વિશ્વમાં ફકત ગિર જંગલમાં જોવા મળતા એશિયાઈ સિંહો સ્થળાંતર કરી જૂનાગઢ પાસેના ગિરનાર જંગલમાં કાયમી વસ્યાને લગભગ ત્રણ દશકાથી વધુ સમયમાં અહીં સિંહોની સંખ્યા લગભગ રપ થી ૩૦ જેટલી થઈ છે. પરંતુ અહીં ઈન બ્રિડીંગનાં કારણે મૂશ્કેલ સંજોગો ઉભા થતાં એશિયાઈ સિંહોની રખેવાળી કરતાં તંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે.
લગભગ ૧૯૮૮-૮૯ પછી ગિર જંગલમાંથી ગિરનાર જંગલ વિસ્તારમાં સ્થિર થયેલા સિંહોની એ વખતે સંખ્યા ફકત પાંચ જ હતી. જ્માં એક નર અને ત્રણ માદા હોવાનું જણાયુ હતું. ૧૯૯૯-ર૦૦૦ માં ગિરનાર જંગલમાં સૌ પ્રથમ સિંહ ગણતરી થઈ તેમાં સિંહોની સંખ્યા પાંચની બતાવાઈ. ફકત ૧૮ર ચો.કિ.ની માં પ્રસરેલા ગિરનારનું જંગલ ગિર જંગલ કરતાં ૧૦ ગણુ નાનુ કહેવાય. જો કે, ૧૯૮પ પછી આ જંગલમાં ગિરમાંથી સિંહે માઈગ્રેટ (સ્થાળાંતર) થઈ આવતા પણ અહીંથી પાછા ચાલ્યા જતાં જે વાત ૧૯૮૯ પછી સ્થિર થઈ ગઈ. ર૦૦પની વસતી ગણતરીમાં તો સિંહોની સંખ્યા ૧૬ની થઈ ગઈ.
આ વખતે ‘રામ’ અને ‘શ્યામ’ નામના બે ખૂંખાર નર થકી ગિરનારનો સિંહ પરિવાર ખૂબ ફાલ્યો ફૂલ્યો અને હવે પછી ર૦૧૦ની સિંહ ગણતરી પહેલાના મોક ડ્રીલમાં ગિરનારના ત્રણ ગ્રુપોમાં વહેંચાયેલા સિંહ પરિવારની સંખ્યા કદાચ રપ થી ૩૦ વચ્ચે પહોંચી જશે. સાબર, નિલગાય, ટપકા વાળા હરણ (સ્પોટેડ ડીયર), જંગલી ભૂંડ ઉપરાંત બહારના વિસ્તારોમાંથી ભેંસ-ગાયનું પૂષ્કળ શિકાર જયાંથી મળી રહે છે એવા ગિરનાર જંગલમાં સિંહોની ખૂબ વધેલી સંખ્યાથી વન ખાતાના ચહેરા પર ખૂશીના બદલે કપાળ પર કરચલી એટલા માટે પડી છે કે, અહીં સિંહોના ‘ઈન બ્રિડીંગ’ (અંતઃ પ્રજનન)ની સમસ્યા ઉભી થઈ છે. તેથી, અહીંના ર૬ થી ૩૦ સિંહોના જીવન પર પણ ખતરો ઉભો થયો હોવાનો વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ પાસે સંકળાયેલા લોકો ખૂદ સ્વીકારે છે.
ખૂબ ટૂંકો વિસ્તાર અને બે ત્રણ ગ્રુપ કયારેક તો એક શિકાર પર સાથે થઈ જતાં હોવાનું અહીં વારંવાર બને છે. અહીં બે ગ્રુપના બે નર સિંહો દ્વારા સિંહણો સાથેના સંવનન બાદ થતી પ્રજોપ્તિ પછી એ ગ્રુપોમાં ઈન બ્રિડીંગ વારંવાર થતું જોવાયુ છે. આ સ્થિતિમાં ગિરનારમાં સ્થિર થયેલા એ સિંહ પરિવારો નબળા પડશે. એ વાત ચોક્કસ છે.આવી સમસ્યા દૂર નહીં થાય તો એકાદ દશકામાં આ પ્રશ્ન વધુ વિકટ બને અને ગિરનારના સિંહો ભયમાં મૂકાય તે પહેલા ગિર જંગલમાંથી નર-માદા સિંહોને ગિરનારમાં વસાવાય અને ગિરનારના સિંહ-સિંહણોને અલગ અલગ ગ્રુપમાં ગિર જંગલમાં છોડવામાં આવે તેવી સ્થિતી રાહત રૃપ હોવાનું ખુદ સિનિયર વન અધિકારીઓ સ્વીકારી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=180282
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment