Thursday, Apr 22nd, 2010, 4:20 am [IST]
Bhaskar News, Bhavnagar
First Published: 04:20[IST](22/04/2010)
Last Updated : 04:20[IST](22/04/2010)
તા.૨૨ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આ વર્ષે ૨૨ એપ્રિલને ગુરૂવારે સમગ્ર બ્રહ્માંડના આ અનોખા ગ્રહ ‘પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે.
૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલા જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વિ. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે.
પૃથ્વીએ તો માનવોને વસવાટ માટે સ્વચ્છ વાતાવરણ અને ઋતુચક્રની ભેટ આપેલી પરંતુ માનવજાતે ઔધોગિકરણની આંધણી દોડમાં રસ્તો ભૂલી આ વાતાવરણને ઝેરી વાયુઓથી પ્રદૂષિત કરી નાંખ્યું છે. ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેક્ટ સર્જાઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. આ અંગે બ્લેક બક નેચર ક્લબ અને વન વિભાગે જણાવ્યું છે કે આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું અને આવનારી પેઢીને રહેવાલાયક પૃથ્વી આપી શકશું.
આજે વિકટોરીયા પાર્કમાં પર્યાવરણ પ્રશ્નોત્તરી યોજાશે
૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ હોવાથી ભાવનગર વન વિભાગ અને બ્લેક બક નેચર ક્લબ દ્વારા સવારે ૯ થી ૧૧ દરમિયાન ધો. ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક પયા૪વરણને લગતા પ્રશ્નોત્તરી પેપર પરીક્ષાનું આયોજન કરેલ છે અને પ્રથમ, દ્વિતિય અને તતિય આવનારને ભાવનગર વન વિભાગ વિકટોરીયા પાર્ક ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન વિકટોરીયા પાર્ક ગૌરવવનમાં રાખેલ છે. ભાગ લેવા ઈરછતા દરેક વિદ્યાર્થીએ સવારે ૭ વાગે વિકટોરીયા પાર્ક ખાતે હાજર રહેવું.
પથ્વીનો બાયોડેટા
- સૂર્યથી પૃથ્વીનું અંતર - ૧૪,૯૫,૯૭,૯૦૦ કિ.મી.
- વ્યાસ - ૧૨,૧૫૬ કિલોમીટર
- સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય - ૩૬૫.૨૬ દિવસ
- ધરીભ્રમણનો સમય - ૨૩ કલાક, ૫૬ મિનિટ

- સપાટીનું મહત્તમ-લઘુત્તમ તાપમાન - માઈનસ ૭૦ થી ૫૫ ડિગ્રી
Source: http://www.divyabhaskar.co.in/2010/04/22/save-eath-celebrate-earthday-898873.html
No comments:
Post a Comment