Source: ભાસ્કર ન્યૂઝ. તાલા� | Last Updated 4:21 AM [IST](23/12/2010 તાલાલામાં રાજ્ય બાગાયત મશિન અંતર્ગત જૈવિક ખેતી અંગે શિબિર યોજાઇ
રાસાયણિક દવાના અતિરેકથી બાગાયતી પાકનાં વૃક્ષો અને જમીનની સાથે માનવ આરોગ્યને નુકશાન થઇ રહ્યાંની ચેતવણી સામે હવે ગુજરાતનાં ખેડૂતોમાં રાજ્ય સરકારનાં બાગાયત મશિન અંતર્ગત જાગૃતિ આવી છે. અને ખેડૂતો ઉત્સાહભેર ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા (ગીર) પંથકનાં ૯૦૦ ખેડૂતો ઓર્ગેનિક પધ્ધતિથી આંબાનો ઉછેર કરી કેસર કેરીનું ઉત્પાદન કરવા તૈયાર થયા છે.
ગુજરાત સરકાર ૫૦૦૦ હેકટર વિસ્તારમાં ઓર્ગેનિક બાગાયતી ખેતી ખેડૂતો દ્વારા થાય તે માટે પ્રયત્નશીલ છે. આ માટે એગ્રીકલ્ચરલ ફાયનાન્સ કોર્પોરેશને ખેડૂતોને તાલિમ આપવા અને જરૂરી સુવિધા માર્ગદર્શન અને નિ:શુલ્ક જૈવિક કલ્ચર આપવા ઇન્ટરનેશન ટ્રેસીબીલીટી સીસ્ટમ લી. દિલ્હી સાથે એમ. ઓ. યુ. કરેલો છે.
જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ગીર અને ઊના તાલુકામાં કેસર કેરીનું ઉત્પાદન વિશેષ થાય છે. આ પ્રોજેકટમાં ગીરનાં ૯૦૦ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે આજે ધાવા, રમરેચી, ગલિયાવાડ અને તાલાલાના ૧૭૦ ખેડૂતોને ઓર્ગેનિક પધ્ધતીથી કેસર કેરીનું ઉત્પાદન કરવા અંગે તાલીમ આપી નિષ્ણાંતોએ પ્રશ્નોતરી સાથે માર્ગદર્શન આપ્યું હતું. હજુ એક અઠવાડીયા સુધી જુદા-જુદા ગ્રુપ વાઇઝ ગામોમાં ખેડૂતોને તાલીમ અપાશે. કુલ ૯૦૦ ખેડૂતોના ખેતર બગીચાનો સર્વે થયો છે.
આ તાલિમ શિબિરમાં ખેતીવાડી વિભાગના ભૂતપૂર્વ જોઇન્ટ સેક્રેટરી અને આઇ.ટી.એસ. ગાંધીનગર શાખાનાં મુખ્ય સલાહકાર પી. એમ. અંસારી, દિલ્હીનાં સીનીયર એડવાઇઝર કે. એલ. વ્યાસ, દિલ્હીનાં ઓર્ગેનિક હેડ વાય. પી. સિંઘ, જુનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત પ્રોફેસર શામજીભાઈ ઉસદડીયા, રમરેચીનાં ખેડૂત કુરેશીભાઈ નાયબ માહિતી નિયામક કે. વી. ભગોરા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ઓર્ગેનિક ખેતીથી તૈયાર થનાર કેરી આરોગ્ય માટે પણ લાભપ્રદ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072241-1682206.html
No comments:
Post a Comment