Thursday, December 23, 2010

...ને સિંહયુગલને સંવનન પડતું મૂકવું પડ્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:42 AM [IST](23/12/2010)
- ધારીના ગઢિયા પાસે પ્રણયક્રીડા દરમિયાન
- જવલ્લે જ બનતી ઘટનાથી વનવિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત
ગીર જંગલના સાવજો જ્યારે સંવનન કરે છે ત્યારે ત્રણથી ચાર દિવસ સુધી મેટિંગ ચાલે છે. સિંહયુગલ દિવસમાં અવારનવાર સંવનન કરે છે. ધારીના ગઢિયામાં સિંહયુગલ સંવનનમાં વ્યસ્ત હતું ત્યારે દીપડાનું બચ્ચું તેમાં બાધારૂપ બનતા સિંહે દીપડાના બચ્ચાને તો ખતમ કરી નાખ્યું. પરંતુ, આ ઘટના બાદ તેમની પ્રણયક્રિડા અવરોધાઇ ગઇ અને બન્નેએ સવનન પડતું મૂકી દીધાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
ધારીના ગઢિયાની સીમમાં ગત શનિવારે વહેલી સવારે સિંહે દીપડાના છ માસના બચ્ચાને ખતમ કરી નાખ્યું હતું. ગઢિયાની સીમમાં આ ઘટનાના બે દિવસ અગાઉથી સિંહયુગલ પ્રણયક્રિડામાં વ્યસ્ત હતું. ગામના લોકો સીમમાં સિંહયુગલની પ્રણયક્રિડા સારી રીતે જાણકાર હતા. જ્યારે, સિંહયુગલ સંવનનમાં વ્યસ્ત હોય છે ત્યારે ભારે આક્રમક મિજાજમાં પણ હોય છે તેની પ્રણયક્રિડામાં કોઇ પણ પ્રકારનો અવરોધ આ યુગલ સહન કરી શકતું નથી. તેમાંયે દીપડા જેવા પ્રતસ્પિધીઁ પ્રાણીનો અવરોધ તો તે ક્યાંથી સહન કરી શકે. એટલે જ તો સંવનનમાં બાધારૂપ બનનાર દીપડાના બચ્ચાને સિંહે ખતમ કરી નાખ્યું હતું.
પરંતુ, આ ઘટનાએ સિંહયુગલની પ્રણયક્રિડામાં અવરોધ ઊભો કર્યો છે. સામાન્ય રીતે તેમની પ્રણયક્રિડા ચારેક દિવસ સુધી ચાલતી હોય છે. પરંતુ, દીપડાના બચ્ચાની બાધા બાદ તેમની પ્રણયક્રિડા અટકી ગઇ છે. સિંહયુગલે તેમનું સંવનન અટકાવી દીધું છે. બલકે, આ ઘટના બાદ આ સિંહયુગલ સીમમાં નજરે જ નથી પડતું. સામાન્ય સંજોગોમાં પ્રણયક્રિડા વખતે સિંહયુગલ તે જ વિસ્તારમાં પોતાની મસ્તીમાં રહે છે. આ દિવસોમાં શિકાર કરી પેટ ભરવાની કડાકૂટમાં પણ સિંહપડતો નથી. પરંતુ, અહીંથી તો સિંહ-સિંહણે ચાલતી પકડી છે.
જંગલખાતાના સ્ટાફ તથા વન્ય સૃષ્ટિના જાણકાર લોકોને આ ઘટનાની આશ્ચર્ય થયું છે. અલબત્ત, અમુક જાણકાર લોકો એવી પણ ધારણા લગાવી રહ્યા છે કે બે દિવસમાં જ સિંહયુગલનું સંવનન પૂર્ણ થઇ ગયું હોવું જોઇએ અને એટલે જ બન્નેએ પોતપોતાના રસ્તે ચાલતી પકડી હશે. સંપૂર્ણ વાસ્તવિકતા શું છે તે જાણવાના માપદંડ કોઇના પાસે નથી !
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-couple-is-not-having-full-wooing-to-came-leopard-1679885.html

No comments: