| |||||||
|
અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં જૂનાગઢના સાંસદ દિનુ સોલંકી ઉપરાંત શાપુરજી પાલનજી થર્મલ કંપનીના સંચાલકોનો હાથ હોવાનો ઓક્ષેપ કરતો સ્ફોટક પત્ર વન્ય પર્યાવરણ મંત્રી જયરામ રમેશને પાઠવાયો છે. મૃતકના પિતા ભીખાભાઈ જેઠવાએ પાઠવેલા આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગીરના સિંહો ઉપર ખતરારૂપ કોડીનારના છારા બંદરની જેટી અને કાજ ગામના આયાતી કોલ આધારિત વીજ મથકને મંજૂરી ન આપવી જોઈએ.
- પર્યાવરણ મંત્રી જયરામ રમેશને સ્ફોટક પત્ર લખતા મૃતકના પિતા
આ પત્રમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે, આ વિસ્તારના સિંહોનો ખોરાક એવા નીલગાય, સાબર, હરણ જેવા પ્રાણીઓ પણ ઓછા થઈ રહ્યા છે. કંપની સ્થપાતા વિદ્યુતચુંબકીય કિરણો વધતા આ તૃણભક્ષીઓ પણ ચાલ્યા જશે અને તેથી સિંહોને ખોરાક શોધવામાં મુશ્કેલી પડશે. પરિણામે તેઓ જંગલ છોડી વાડી વિસ્તારમાં ખોરાક શોધવા નિકળશે એ નક્કી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247587
No comments:
Post a Comment