ઉનાથી તુલશીશ્યામ સુધીના રોડ કરતા તો પગદંડી સારી.
Dec 18,2010
ઉના, તા.૧૭
ઉનાથી તુલશીશ્યામ જતા સ્ટેટ હાઈવે રોડ ર૧ કિલોમીટર છેલ્લા ચાર માસથી ભારે વરસાદ અને ભારે વાહનોની અવર જવરથી બિસમાર બની ગયો છે.રોડ પર ઠેર ઠેર બે ફુટ ઉંડા અને ત્રણેક ફુટ પહોળા ખાડા પડી ગયાં હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયાં છે.
- ર ફુટ ઉંડા અને ત્રણેક ફુટ પહોળા ખાડાથી વાહનચાલકો તોબા
- કામ મંજુર થઈ ગયા હોવા છતાં કામ ચાલુ કરવામાં ઠાગા ઠૈયા
ઉના તલુકાને આમ તો ડામર રોડ સાથે લેણુ ન હોય તેમ ઉનાથી રાજુલા, ઉનાથી કોડીનાર-વેરાવળ નેશનલ હાઈ વે, ૈનાથી ગીર ગઢડા રોડ લાંબા સમયથી બિસમાર હાલતમાં છે.ચોમાસુ પુરૃ થઈ ગયા ને ત્રણ માસ જેવો સમય વિતિ ગયો હોવા છતાં આ રોડ પર થાગડ થીગડ પણ કરવામાં આવી ન હોવાથી વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.કરોડો રૃપિયાના ખર્ચે કામો મંજુર થઈ ગયાં હોવા છતાં આ રોડનું રિપેરીંગ કે નવીનીકરણ કરવામાં આવતું ન હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે.આ બધા રસ્તા કરતા ઉનાથી તુલશીશ્યામનો ૨૧ કિસલમીટરનો રોડ સૌથી ખરાબ છે.આ રોડ પર જસાધાર ગીર,ચેક પોસ્ટથી તુલશીશ્યામ સુધી પાંચ કિલોમીટરનો રોડ ધોવાઈ ગયો છે.અને બંને બાજુ ગાંડા બાવળના ઝુંડ જામી ગયા હોવાથી સામસામે વાહન આવે ત્યારે વાહન તારવવાની મુશ્કેલી પડે છે.આ ઉપરાંત રાત્રિના સમયે મોટા વાહનના પ્રકાશમાં સામેવાળા વાહનચાલકની આંખો અંજાય જાય છે.અને તેનું વાહન ખાડામાં આવી જતાં અકસ્માત થાય છે.આવા બનાવો અવાર નવાર બની રહ્યા છે.કોઈ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલાં આ રોડ રિપેર કરી લોકોની કાયમી મુશ્કેલી હલ કરવાની જરૃર છે.આ પ્રશ્ને આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રજાના પ્રતિનિધિઓ જાગૃત બની અંગત રસ લઈ રોડ રિપેર કરાવડાવે તેવી આમજનતાની લાગણી અને માગણી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247523
No comments:
Post a Comment