Source: ભાસ્કર ન્યૂઝ. ઊના | Last Updated 4:02 AM [IST](23/12/2010)
ઊનાનાં આમોદ્રા ગામની સિમમાં આવેલી એક ખેડૂતની વાડીના કુવામાં એક દપિડાનું બચ્ચુ પડી ગયું હોવાની જાણ વનખાતાને થતા આ બચ્ચાને એક કલાકની જહેમતબાદ વનખાતાએ સહી સલામત બહાર કાઢી પાંજરે પુયું હતું.આ અંગેની જાણવા મળતી વગિત મુજબ તાલુકાનાં આમોદ્રા ગામની સીમમાં રાજાભાઈ થોભણભાઈ જાદવની વાડીનાં કુવામાં એક દપિડાનું બચ્ચુ પડી ગયું હોવાની સવારે જાણ થતા જશાધાર રેન્જના આરએફઓ કે.બિ.મુલાણી સહિતનાં સ્ટાફના મારૂભાઈ, પોપટણીભાઈ લખમણભાઈ ઓડેદરા ટ્રેકર્સવાદી દ્વારા બનાવનાં સ્થળે પહોંચિ ગયા હતા. અને એક કલાકની જહેમત બાદ આ દપિડાનાં બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુયું હતું. આ અંગે વધુ માહિતી આપતા આરએફઓ મુલાણીએ જણાવ્યું હતું.
આ દપિડાનું બચ્ચુ નર હોય અને તેમની ઉંમર અંદાજે બે માસની છે. તેમજ આ બચ્ચુ કુવામાં એકાદ બે દિવસથી પડી હોવાનું તારણ કાઢવામાં આવેલું હતું. અને જે કુવામાં દપિડાનું બચ્ચુ પડયું હતું ત્યાં તેમની મા તેમને શોધવા આવી હોવાનાં સગડ દેખાતા હતા અને આ દપિડાનાં બચ્ચાને તેમની મા સાથે મેળાપ કરાવવાના સમયે કુવા પાસે પીજરૂ મુકવામાં આવશે અને ત્યાં તેમની મા અને તેમની પણ એક પરિભાષા હોય છે. ત્યારબાદ આ દપિડાને છોડી મૂકવામાં આવશે આથી આમોદ્રા પંથકમાં વ્યાપક રંજાડ હોવાથી દપિડાઓને પાંજરે પુરવા ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072213-1682193.html
No comments:
Post a Comment