Thursday, December 23, 2010

રક્ષિત જંગલોથી ભાવનગરના ડઝન પ્રોજેક્ટો ઠપ્પ.

Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:20 AM [IST](22/12/2010)
- કરોડો રૂપિયાની યોજનાઓમાં ભોપાલ વન વિભાગની મંજુરીના અભાવે પ્રથમ ગ્રાસે મક્ષિકા
છેલ્લા દાયકામાં રાજ્યમાં વિકાસની હરણફાળ ભરી છે. વિકાસ સંબંધિત કરોડો રૂપિયાના નવા-નવા પ્રોજેક્ટ, યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે ત્યારે કેટલાક પ્રોજેક્ટ શરૂ કરવા વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટની મંજુરી લેવી ફરજિયાત બને છે. જેમાં ભાવનગર જિલ્લાના ડઝન જેટલા પ્રોજેક્ટો વન વિભાગની મંજુરી વાંકે અટવાઈ પડ્યાં છે.
રસ્તાના કામો કે, કોઈ મોટી સિંચાઈની યોજના અથવા તો અન્ય કોઈ મોટા પ્રોજેક્ટ અમલમાં આવે તે પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ સાળંગપુર-ગાલા સિંચાઈની યોજનામાં વન વિભાગ ભોપાલની મંજુરીનો મુદ્દો દોઢ દાયકાથી પડતર છે. આ યોજના લાખોમાંથી કરોડોમાં પહોંચી ગઈ છે.
આ સિવાય માર્ગ અને મકાન વિભાગના કેટલાક કામો વન વિભાગની મંજુરીના અભાવે પેન્ડિંગ છે. ભાવનગરથી સિહોર, સોનગઢ, ઢસા અને રાજકોટ સુધીનો માર્ગ, સોનગઢથી પાલિતાણા, વલ્લભીપુરથી ધોળા-રંઘોળા, ગઢડાથી ભડલી, ગારિયાધાર થી નોંઘણવદર, સિહોરથી ટાણા-વરલ, ઘોઘાથી બુધેલ, ઘોઘાથી તણસા, વલભીપુરથી પચ્છેગામ, રતનપુરના રસ્તા કરોડો રૂપિયાના કામો આગળ વધતા નથી.
રાજ્ય સરકાર યોજના મૂકે છે, પણ યોજના આડે રક્ષિત જંગલનો મુદ્દો ઉભો રહ્યો છે. અમુક કિસ્સાઓમાં સંબંધિત વિભાગ પુરે-પુરૂ વળતર ચૂકવી આપવા ઉપરાંત જેટલા વૃક્ષોનું છેદન થાય તેનાથી બમણા ઉછેરી આપવા સહિતની ખાત્રી આપવા છતાં આ કામો આગળ વધી શક્યા નથી.
નોંધનિય છે કે, ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ૫૫ જેટલા આવા પ્રોજેક્ટો મંજુરી વાંકે પડતર છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-cause-of-protected-forest-project-work-stop-1678392.html

No comments: