૬૦ જેટલા સીદી બાદશાહોએ તાલાલામાં 'ધમાલ' મચાવી.
Dec 21,2010
તાલાલા, તા.૨૦
તાજેતરમાં તાલાલામાં સીદી બાદશાહ આદિવાસી નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. ચાર ટીમના ૬૦ જેટલા સીદી બાદશાહોએ ધમાલ નૃત્યની ધમાલ માચાવી દર્શકોના મન મોહી લીધા હતાં. આ કાર્યક્રમ આદિવાસી નૃત્ય સંસ્કૃતિ બચાવવાના ઉદેશથી યોજાયો હતો.
- લોકોએ આદિવાસી નૃત્યોને મનભરીને માણ્યા
નહેરૃ યુવા કેન્દ્રના માર્ગદર્શન નીચે મદીના સ્વ સહાય જૂથ સખી મંડળ-હડમતીયા-ગીર દ્વારા તાલુકામાં વસતા સીદી(બાદશાહ)ઓની લુપ્ત થતી જતી નૃત્ય સંસ્કૃતિ'ધમાલ'ને બચાવવા તાલાલામાં આ નૃત્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગલીયાવડ-૧, જાંબુર-ર અને સાસણની એક એમ કુલ ચાર ટીમના ૬૦ સીદી બાદશાહોએ ભાગ લીધો હતો. આદિવાસી કલાકારોએ નૃત્યની રમઝટ બોલાવી લોકોની વાહ વાહ મેળવી હતી. જેમાં ગલીયાવડની ટીમ વિજેતા બની હતી. આ અવસરે તાલુકા પંચાયત વતી હસમુખ પરમાર, નહેરૃ યુવા કેન્દ્રમાંથી બિપીનભાઈ જોષી, સખી મંડળના પ્રમુખ હનીફાબેન મજગુલ, હાસમભાઈ મુંસાગરા, ઈભરામભાઈ મજગુલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલાલા પંથકના સીદી બાદશાહોના ધમાલ નૃત્ય દિલ્હીના લાલ કિલ્લા સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=248190
No comments:
Post a Comment