Source: ભાસ્કર ન્યૂઝ. ઊના | Last Updated 4:46 AM [IST](23/12/2010)
સિંહનો શિકાર થયો હતો એ જ વિસ્તાર ફરી નશિાન બન્યોગીરના જંગલમાં ચાર વર્ષ પહેલા સિંહોનો શિકાર થયા બાદ શિકારીઓએ ફરીથી એ જ વિસ્તારનો નશિાન બનાવ્યો છે. ગઈકાલે સાંજેના અરસામાં બ શખ્સોએ બંદૂર વડે ચિત્તલનો શિકાર કર્યો હતો. જો કે, તેઓ ચિત્તલનું માંસ પોટલામાં બાંદીને લઈ જતા હતા એ જ વખતે વનવિભાગની નજરે ચઢી જતાં માંસનું પોટલું ફેંકી નાસી છુટયા હતા. બનાવ અંગે વનવિભાગે ગુનો નોંધી શિકારીઓનું પગેરૂં દબાવ્યું છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર અભ્યારણ્યની બાબરીયા રેન્જનો સ્ટાફ ગઈકાલે મચ્છુન્દ્રી ડેમ નજીક ઝાંખીયા રાઉન્ડની મોરસુપડા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો એ વખતે બે શખ્સો જંગલમાં ખભે પોટલું ઉંચકીને જતા જોવા મળ્યા હતા. અડાબીડ જંગલ વચ્ચેથી જતા અજાણ્યા શખ્સોને જોઈ વનકર્મચારીઓ તેમની પાછળ જતાં તેઓને ખ્યાલ આવી જતાં પોટલું ત્યાં જ મુકીને નાસી ગયા હતા. વનકર્મીઓએ જઈને તપાસ કરતા પોટાલાંમાંથી શિકાર કરાયેલા પ્રાણીનું માંસ મળી આવ્યું હતું. પ્રાણીને બંદૂક વડે મારવામાં આવ્યાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જો કે, શિકારીઓ નાસી છુટયા હતા. બનાવ અંગે બાબરીયા રેન્જ ઓફિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ૪ વર્ષ પહેલા જયાં સિંહોની હત્યા થયેલી એ જ મોર સુપડા બીટમાં ફરી શિકારીઓએ ઘુસીને શિકાર કરતા વનતંત્ર દોડતું થઈ ગયું છે. માંસનું પોટલું પોપટડી નેસ નજીક ત્રિવેણી તરીકે ઓળખાતા વિસ્તારનાં જંગલમાં નદીનાં કાંઠે ફેંકીને નાસી છુટયા હતા. બનાવ અંગે વનવિભાગે પોલીસને જાણ કરવા સાથે સઘન ચેકÃગ શરૂ કયું છે.
ડોગ સ્કવોડ બોલાવાઈ
નાસી છુટેલા શિકારીઓનું પગેરૂં દબાવવા વનવિભાગે ગીરગઢડા પોલીસ મથકમાં જાણ કરી ડોગ સ્કવોડની મદદ માંગી છે.
અગાઉ બાતમી મળી હતી ?
ગીરનાં જંગલમાં શિકારી ટોળકી ઘુસી હોવાની વનવિભાગને બાતમી મળ્યાનો અહેવાલ થોડા દિવસો પહેલાં ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયો હતો.
ગીર પશ્ચિમ વિભાગમાં આવતી બાબરીયા રેન્જમાં તા.૨૮ માર્ચ ૨૦૦૭ નાં રોજ સિંહોનાં શિકારની ઘટના બાદ નવી ચેકપોષ્ટ બનાવાઇ હતી. ત્યાંથી પસાર થતા વાહનો, શંકાસ્પદ વ્Ûિકતઓની અવરજવર પર નજર રાખવા અને નોંધ રાખવા ૨૪ કલાક કર્મચારીઓની વ્યવસ્થા પણ કરાઇ છે.
ગીરગઢડાથી જામવાળા જતા આ રોડ ઉપર દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે. પરંતુ નોંધ જૂજ વાહનોની જ થાય છે. બાકીનાં બેરોકટોક પસાર થઇ જાય છે. ચેકપોષ્ટની આસપાસ અનેક નામાંકિત લોકોનાં ફાર્મહાઉસો છે. જયાં રાત્રે અનેક પાર્ટીઓ થતી હોય છે. પરંતુ તેમાં આવતા લોકોની કયારેય નોંધ થતી નથી. સરકાર સિંહોની સુરક્ષા માટે કરોડોનું બજેટ ફાળવે છે. પરંતુ વનકર્મીઓ તેની અમલવારી ફકત કાગળ ઉપર જ કરે છે.
શિકારીએ ચોરણો પહેર્યો’તો મોરસુપડા બીટનાં સ્ટાફે પેટ્રોલિંગ વખતે જોયેલા શિકારી પૈકી એક શખ્સ લાંબો, ખભે બંદૂક, ચહેરા ઉપર મોટી મૂછો અને ચોરણો પહેર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-1072305-1682224.html
No comments:
Post a Comment