Bhaskar News, Junagadh
|
Jan 23, 2014, 01:49AM IST
- ૨૪ વર્ષનો ઠંડીનો રેકોર્ડ અખંડ- ’ વર્ષ ૧૯૯૦-૯૧માં જાન્યુઆરી માસમાં ૨.પ ડીગ્રી ઠંડી પડી’તી
જૂનાગઢ શહેરમાં આ વર્ષનો જાન્યુઆરી માસ ઠંડો રહ્યો છે. લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. પરંતુ શહેરમાં વર્ષ ૧૯૯૦- ૯૧નાં જાન્યુઆરી માસમાં પડેલી ઠંડીનો રેકોર્ડ આજદિન સુધી તૂટયો નથી. એ વર્ષે જૂનાગઢમાં ૨.પ ડીગ્રી ઠંડી પડી હતી. બાદમાં એટલી ઠંડી જૂનાગઢમાં પડી નથી. આ ૨૪ વર્ષ જૂનો રેકોર્ડ આજદિન સુધી તૂટયો નથી.
આ વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતની પ્રજા ગત ડિસેમ્બર માસથી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે. અને હવે તો મકરસંક્રાંતિ ગઇ છતાં ટાઢની તીવ્રતા ઓછી થવાનું નામ લેતી નથી. અત્યારે ગાત્રો થીજી જાય એવી કાતિલ ઠંડી નથી. પણ જ્યારે ત્યારે જૂનાગઢમાં કાશ્મીર જેવી ઠંડી પણ નોંધાઇ છે. ઠંડીના વિક્રમી આંકડા તરફ જોઇએ તો અત્યારની ઠંડી ઓછી લાગે એવું છે. જૂનાગઢમાં આજ થી ૨૪ વર્ષ પહેલાં પાણી બરફ બની જાય એવી ઠંડી નોંધાઇ હતી.
વર્ષ ૧૯૯૦- ૯૧નાં જાન્યુઆરી માસમાં જૂનાગઢમાં ૨.પ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. શહેર ખરેખર તે દિવસે થીજી ગયું હતું. એમાં કોઇ અતિશયોક્તિ નથી. જ્યારે શહેરમાં ૨.પ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ત્યારે રાજ્યનાં સૌથી ઉંચા પર્વત ગિરનાર ઉપર માઇનસ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ત્યાં પાણીનો રીતસરનો બરફ બની ગયો હતો. આ ૨૪ વર્ષ પહેલોં નોંધાયેલી ઠંડીનો રેકોર્ડ આજદિન સુધી તુટયો નથી. ચાલુ વર્ષે મકરસંક્રાંતિ એ વિદાઇ લીધી છતાં ઠંડીનું પ્રમાણ ઘટતું નથી. કાશ્મીરમાં સતત વરસી રહેલી હીમવર્ષાના પરિણામે શીત પ્રકોપની અસર નબળી થતી જ નથી. સતત હાડ ગાળતી ટાઢને પરિણામે જનજીવન પણ પ્રભાવિત થયુ છે.
No comments:
Post a Comment