Bhaskar News, Amreli
|
Jan 22, 2014, 01:26AM IST
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે ગઇકાલે સરપંચની
વાડીએ આવેલ કુવામાં સિંહ પડી ગયો હતો. બાદમાં વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા
આ સિંહને કુવામાંથી બહાર કાઢવામા આવ્યો હતો પરંતુ પાંજરામાં પુરતી સિંહને
બાંધેલો ગાળીયો છુટી જતા સિંહ ભાગી છુટયો હતો.ત્યારે આજે આ સિંહ તેના ગ્રુપ સાથે ભળી ગયો હતો. જો કે વનવિભાગ દ્વારા આ સિંહ પર બે દિવસ સુધી નજર રાખવામા આવશે. વનવિભાગે આ સિંહને પકડવા આખીરાત મહેનત કરી હતી. પરંતુ આ સિંહ જે ગ્રુપનો હતો તેની સાથે ભળી જતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.આ સિંહને કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ સિંહ હાલમાં આંબરડી વિસ્તારમાં તેના ગ્રુપ સાથે ભળી ગયો છે. જો કે આ સિંહ પર બે દિવસ સુધી હજુ નજર રાખવામા આવશે.
No comments:
Post a Comment