Bhaskar News, Visavadar
|
Jan 28, 2014, 10:00AM IST
સિંહ બાળનાં પીએમમાં જંગલી બિલાડીનાં બચ્ચા બતાવ્યા!
વાહ રે! વન વિભાગ : વિસાવદરનાં લાલપુરની ઘટના
મદોન્ત સિંહે સિંહણને પામવા બચ્ચાને મારી નાંખ્યા
વિસાવદરનાં લાલપુર ગામની સીમમાં નિવૃત આરએફઓનાં ખેતરમાં સાવજની ઇનફાઇટમાં બે સિંહ બાળ મોતને ભેટી ગયા બાદ વન વિભાગે તેના પીએમમાં જંગલી બીલાડીનું બચ્ચુ બતાવતા વન્ય પ્રાણી પ્રેમીઓ નવાઇ પામી ગયા છે અને વન ખાતાની કાર્યવાહી અનેક શંકા-કુશંકા પંથકમાં ચર્ચાનો વિષય બની છે. મદોન્ત સિંહે સિંહણને પામવા આ સિંહ બાળને મારી નાંખ્યું હોવાનું જાણકારો માની રહ્યા છે. વિસાવદરનાં લાલપુર ગામમાં જંગલ નજીક રોણીયાવીડી તરીકે ઓળખાતા વિસ્તારમાં નિવૃત આરએફઓ રામશંકરભાઇ દવેનું ખેતર આવેલુ છે.
આજે સવારનાં તેમનો ભાગીયો સંજય ખેતરે ગયેલ ત્યારે સાવજોનાં પંજાનાં નિશાન જોવા મળતા આગળ તપાસ કરતા બે સિંહ બાળનાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક વાડી માલિકને જાણ કરતા તેઓએ વન તંત્રને વાકેફ કરતા ડીએફઓ ડો.કે.રમેશ, આરએફઓ ગોઢાણીયા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયેલ અને બંને મૃત બચ્ચાને કપડાથી ઢાંકી દઇ ડીએફઓની ગાડીમાં જ પીએમ માટે ધારી લઇ જવાયેલ.
ત્યારબાદ પીએમ રીપોર્ટમાં આ બચ્ચા જંગલી બીલાડીનાં હોવાનું અને કોઇ વન્ય પ્રાણીએ મારી નાંખ્યાનું જાહેર થતાં આ ઘટનાને નજરે જોનારા લોકો સહિત પંથકમાં વન વિભાગની કાર્યવાહીથી અનેક શંકા-કુશંકાઓ સાથે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ગતરાત્રીનાં બે સિંહણ અને બે બચ્ચાઓને અમુક લોકોએ નજરે નિહાળ્યા હતા. જાણકારોનાં માનવા મુજબ સિંહણ સાથે તેના બચ્ચા હોય ત્યારે સંવનન માટે સિંહને તાબે થતી નથી અને સિંહ વિલન બનતા બચ્ચાઓને મારી નાંખી સિંહણને વશમાં કરે છે. બે બાળને નરસિંહે જ મારી નાંખ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
સિંહ હોય ત્યાં બિલાડી વસવાટ કરે ?
સિંહ જ્યાં રહેતો હોય ત્યાં બીજા અન્ય કોઇપણ પ્રાણી તેની આજુબાજુ રહેતા નથી. ત્યારે જંગલી બીલાડી અને તે પણ બચ્ચાવાળી રહેતી હોય એ સવાલ ઉભા કરે છે એમ જાણકારોનું કહેવું છે.

અધિકારી શું કહે છે ?
આ અંગે ગીર પશ્વિમનાં ડીએફઓ ડો.કે.રમેશ સાથે વાતચીત કરતા તેઓએ બંને બચ્ચા જંગલી બીલાડીનાં હોવાનું અને કોઇ જંગલી પ્રાણીએ ઇનફાઇટમાં મારી નાંખ્યા હોવાનું અનુમાન છે એમ જણાવ્યું હતું. સાસણની ટ્રેકર્સ પાર્ટીને બોલાવીને પણ તપાસ કરાવી છે.
મેટીંગ કર્યાની નિશાનીઓ મળી
જે ખેતરમાં ઘટના બની છે ત્યાંથી બે સિંહણ અને બે બચ્ચાનાં ફૂટમાર્કનાં સગડ જોવા મળ્યા છે. નર સિંહનાં પંજાનાં નિશાન પણ જોવા મળ્યા છે. ખેતરમાં ઘઉંનાં પાકમાં અને આસપાસની બેથી ત્રણ જગ્યાએ સિંહ-સિંહણે મેટીંગ કર્યાની નિશાનીઓ જોવા મળી છે. - વિપુલ લાલાણી

No comments:
Post a Comment