Bhaskar News, Amreli
|
Jan 29, 2014, 01:37AM IST
- લાલપુરની સીમમાં બનેલા બનાવની શંકા-કુશંકા : મુખ્યમંત્રીને રજૂઆત કરાઈવિસાવદર તાલુકાનાં લાલપુરની સીમમાં નિવૃત આરએફઓનાં ખેતરમાં સિંહબાળનાં પીએમમાં જંગલી બીલાડીનાં બચ્ચા બતાવ્યાનાં શંકા-કુશંકાવાળા બનાવને પગલે પંથકનાં ખેડૂત અગ્રણી સહિતમાં ભારે રોષ પ્રસર્યો છે. જેમાં એક અગ્રણીએ તો આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંહણનાં બચ્ચાને બીલાડીનાં બચ્ચા તરીકે ખપાવનારા તાત્કાલિક અસરથી બરતરફ કરવા માંગ કરી છે.
વિસાવદરમાં યાર્ડનાં ડિરેકટર અને ખેડૂત આગેવાન ભીખુભાઇ રીબડીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, લાલપુરની સીમમાં આરએફઓ દવેની વાડીમાં સિંહબાળ મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને વન વિભાગમાં વર્ષોથી નોકરી કરનારા આ નિવૃત અધિકારીએ પણ સિંહબાળ જ મૃત હાલતમાં છે તેવી ખરાઇ કરી વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ડીસીએફ રમેશને જાણ કરતા તેઓએ સ્થળ પર આવી સિંહબાળ હોવાનું જણાવી પીએમ માટે ધારી મોકલવાનું જણાવ્યું હતું. જો કે ધારીનાં વેટરનરી તબીબે તપાસ કરી આ સિંહબાળ નથી અને જંગલી બીલાડીનાં બચ્ચા હોવાનું જણાવ્યું છે.
લાલપુરથી ધારી સુધીમાં સિંહબાળમાંથી બીલાડીનાં બચ્ચા કેમ થઇ ગયા તે તપાસનો વિષય છે અને સિંહનાં મૃતબચ્ચાઓને બદલે જંગલી બીલાડીનાં મૃતબચ્ચાને રાખી દઇ ગંભીર ગુનો આચરવાનો આક્ષેપ કર્યો છે. રીબડીયાએ વધુમાં એ જણાવ્યું છે કે, આરએફઓ ગોઢાણીયા સિંહનાં જન્મથી મરણ સુધીની તમામ વિગતોથી વાકેફ હોય છે પરંતુ અહીં સિંહનાં કે બીલાડીનાં બચ્ચાનો ખ્યાલ ન હોય તે માનવામાં આવતુ નથી.નોંધનીય એ છે કે, વનવિભાગનાં સૂત્રો જંગલી બિલાડીનાં બચ્ચા હોવાનું અને તેનું પીએમ ધારી વેટરનરી તબીબ પાસે કરાવ્યું હોવાનું સ્પષ્ટતા કરી રહ્યાં છે. જ્યારે કથીત ઘટના અંગે સ્થાનિક કક્ષાએ અલગ અલગ આક્ષેપો થઈ રહ્યાં છે.
વન વિભાગનું બધુ ભીનું સંકેલાય છે
લાલપુર ગામનાં માજી સરપંચ ખીમજીભાઇ ભડકે જણાવ્યુ હતુ કે, બીલાડીના બચ્ચા હતા તો તેને ખાય કેમ ન ગયા તેમજ આવા બનાવો જંગલની અંદર અવાર-નવાર બને છે પણ અધિકારીઓ પોતાની નોકરી બચાવવા આવી હકીકતો છુપાવે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-cube-is-cat-cube-issue-4505611-NOR.html
No comments:
Post a Comment