Bhaskar News, Junagadh
|
Jan 23, 2014, 02:00AM IST
- બૃહદ ગિરનાં ૧૨ ડિવીઝનનાં ૪૦૦ વનકર્મીઓ ભાગ લેશેજેવી વનરાજ લાંબું ચાલી શકે, શિકારને એકજ પંજામાં મ્હાત કરી શકે અને ભલભલા શક્તિશાળી જાનવરને ભૂ પીતા કરી શકે એવો જોમ અને જુસ્સો સાથે શારિરીક સક્ષમતા તેની સાથે રાતદિવસ કામ પાડતા અને સાવજોનાં સંવર્ધનની કામગિરી કરતા વનકર્મીઓમાં હોવી પણ જરુરી છે. આથીજ તેઓ માટેનાં રમતોત્સવનું સાસણ ગિર ખાતે આયોજન કરાયું છે. આગામી તા. ૨૪ થી ૨૬ જાન્યુ. દરમ્યાન બૃહદ ગિરનાં ૧૨ ડિવીઝનોનાં ૪૦૦ જેટલા રમતવીર વનકર્મીઓ તેમાં ભાગ લઇ પોતાનું રમત કૌશલ્ય દાખવશે.
આ અંગેની વીગતો આપતાં સાસણનાં નાયબ વનસંક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, આગામી તા. ૨૪ થી ૨૬ જાન્યુ. દરમ્યાન સાસણ ગિર ખાતે સસ્વ. શક્તિસીંહ વિસાણા મેમોરિયલ ગિર ફોરેસ્ટ સ્ટાફ વેલફેર એસોસિએશન અને વન્ય પ્રાણી વિભાગ સાસણનાં સંયુક્ત ઉપક્રમે ગિર રમતોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બૃહદ ગિરનાં ૧૨ વન્ય ડિવીઝનોનાં આશરે ૪૦૦ રમતવીરો ભાગ લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, આ રમતોત્સવનો મુખ્ય હેતુ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનની કામગિરી કરતા વન ખાતાનાં અધિકરીઓ, કર્મચારીઓની શારિરીક ક્ષમતાનો વિકાસ થાય. અને તેને પોતાનાં રમત કૌશલ્યનું પ્રદર્શન કરવાની તક મળે અને સંઘભાવનાનું નિર્માણ થાય એવો છે.
આ રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, બરછી ફેંક, બેડમિંન્ટન, સહિતની વ્યક્તિગત અને જૂથ એમ બંને પ્રકારની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોત્સવમાં અગ્ર મુખ્યવનસંરક્ષકથી લઇને મુખ્ય વનસંરક્ષક, વનકર્મીઓ, મજદૂરો સહિતનાં ભાગ લેનાર હોઇ એક ખેલભાવના અને ટીમ સ્પીરીટની ઝાંખી થાય છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન અગ્ર મુખ્ય વન સંરક્ષક સી. એન. પાંડે કરશે. આ ઉપરાંત મુખ્ય વનસંરક્ષક આર. એલ. મીના સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું આયોજન અને સંચાલન નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમાર દ્વારા કરાશે. ગત વર્ષે વન્ય પ્રાણી વર્તુળનાં ૧૭૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વખતે ૪૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.
No comments:
Post a Comment