Bhaskar News, Dhari
|
Jan 08, 2014, 00:43AM IST
- બચ્ચાને મારી નાખી દિપડો અડધુ શરીર ખાઇ પણ ગયોવન્ય જીવ સૃષ્ટિ અજીબ હોય છે. અહિં શક્તિશાળી પ્રાણી નબળા પ્રાણીને મારી નાખે છે. સિંહ-દિપડા જેવા હિંસક પશુઓ સિંહબાળ અને બાળ દિપડાને પણ મારી નાખે છે. ગીર પૂર્વની મીતીયાળા બીટમાં જાબાળ ગામે દિપડાએ બચ્ચાને મારી નાખ્યા બાદ તેનું અડધુ શરીર ખાઇ પણ ગયો હતો. આવી જ એક અન્ય ઘટનામાં ધારીના ગોવિંદપુરની સીમમાં પણ ઇનફાઇટમાં દિપડાના એક બચ્ચાનું મોત થયુ હતું.
ગીર પૂર્વ વન વિભાગમાં એક જ દિવસમાં ઇનફાઇટમાં દિપડાના બે બચ્ચાના મોત થયાનું બહાર આવ્યુ છે. મીતીયાળા બીટમાં જાબાળ ગામના પ્રવિણભાઇ બચુભાઇ માલાણીની વાડીમાં એક ઝાડ પર દિપડાના બચ્ચાનો મૃતદેહ ટીંગાતો હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. આશરે ચાર થી પાંચ માસના આ બચ્ચાનુ અડધુ શરીર ખવાઇ ગયુ હતું. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે બચ્ચાનો મૃતદેહ જે રીતે વૃક્ષ ઉપર હતો તે કામ દિપડો જ કરી શકે છે અને દિપડો જ અડધુ શરીર ખાઇ ગયો હતો.
આવી જ રીતે ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં ગોવિંદપુરની સીમમાં પણ ગઇ રાત્રે આશરે દસ થી અગીયાર માસની ઉંમરના દિપડીના એક બચ્ચાનું ઇનફાઇટમાં મોત થયુ હતું. આ બચ્ચાને ગળાના ભાગે ગંભીર ઇજાના નિશાન જણાયા હતાં.
No comments:
Post a Comment