Dilip Raval, Amreli
|
Jan 18, 2014, 14:29PM IST
બચ્ચાના પેટ પર સિંહના દાતના ઇજાના નિશાન : વનતંત્ર દોડ્યું
ગીર જંગલમાં વસતા ખુંખાર સાવજોનો દુશ્મન સાવજ સિવાય અન્ય કોઇ નથી. ભલે
સાવજને કોઇ અન્ય જીવો કયારેક ભારે પડી શકે છે. પરંતુ અંતમાં તો સૌથી
શકિતશાળી સાવજ જ છે. ખુંખાર સાવજો કયારેક નાના સિંહબાળને મારી નાખતા હોય
છે. આવી જ એક ઘટના સાવરકુંડલા રેંજમા ઘોબા ગામની સીમમાં બની છે. જયાં એક
સાવજે મારી નાખેલા સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો
છે.
વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગીરપુર્વની સાવરકુંડલા
રેંજના ઘોબા ગામની સીમમાંથી આજે સવારે આશરે પાંચેક માસની ઉંમરના એક
સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ
ભાલોડીયા વિગેરે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.
વનતંત્રની તપાસમાં આ સિંહબાળનુ મોત ઇનફાઇટમાં થયુ હોવાનુ ખુલ્યુ હતુ. આ
સિંહબાળના પેટ પર સિંહના દાંતના ઇજાના નિશાનો મળી આવ્યા હતા. સાવજોનુ એક
ગ્રુપ પાછલા કેટલાક સમયથી અહી આંટાફેરા મારે છે. મૃતક સિંહબાળ આ ગ્રુપનુ
હોવાનુ મનાય રહ્યું છે. આ ઘટના ગઇ મધરાતે બની હતી. વનવિભાગે મૃતદેહનો કબજો
લઇ આગળની તપાસ શરૂ કરી છે.
No comments:
Post a Comment