માળિયા હાટીનાની બાબરાવીડીમાંથી આજે વનવિભાગને ફેરણા દરમ્યાન એક માદા સિંહબાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. આથી વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહબાળને સિંહે ઇન્ફાઇટ દરમ્યાન મારી નાંખ્યાનું પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે.
માળિયા હાટીનાની બાબરાવીડીમાં એક સિંહ બાળનો મૃતદેહ પડયો હોવાની જાણ ફેરણા દરમ્યાન થતાં આરએફઓ ડોડીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનું પંચનામું કરી તેને પીએમ માટે સાસણ સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. વનવિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ, સિંહ બાળનું મોત ઇન્ફાઇટમાં થયાનું અને તેને સિંહે મારી નાંખ્યાનુ પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે. ઇન્ફાઇટની આ ઘટના આજે વ્હેલી પરોઢે ૪:૩૦ વાગ્યે બની હોવાનું પણ વનવિભાગનું માનવું છે.
બચ્ચું માદા હોવાનું અને તેની વય આશરે ૪ માસની હોવાનું પણ વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવ અંગે સ્થાનિક ર્નોમલ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર સિંહોનાં મોતની ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓમાં આઘાતની લાગણી છવાઇ છે. જોકે, ઇન્ફાઇટનાં બનાવો અવારનવાર બનતા જ હોય છે. જંગલની લડાઇમાં સિંહોનો જંગ ઘણુંખરું ફાઇટ ટુ ફીનીશનો જ
હોય છે.
છેલ્લા કેટલાક સમયથી સિંહ અને સિંહબાળની માઠી બેઠી હોય તેવી રીતે એક પછી એક કમોતના બનાવો બની રહ્યા છે. બીજી તરફ જોવા જઇએતો આજે સિંહબાળનું મોત ઇનફાઇટમાં થયાનું પ્રાથમિક અનુમાન લગાવઇ રહ્યું છે ત્યારે સિંહબાળનો મૃતદેહ સાસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ રિપોર્ટ આવશે જેમાં સ્પષ્ટ થશે કે સિંહ બાળનું મોત કઇ રીતે થયુ છે.
No comments:
Post a Comment