ખાંભા તાલુકો ગીરકાંઠા નજીક આવેલો છે. અહી પાછલા કેટલાક સમયથી શિકારની પ્રવૃતિઓ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા તુલશીશ્યામ રેંજના કોઠારીયા રાઉન્ડમા ચિંકારાના શિકાર સાથે ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. ત્યા આજે ખાંભા તાલુકાના જીવાપર ગામે સરપંચની વાડી નજીક ત્રણ શખ્સો સસલાનો શિકાર કરી રહ્યાં હોય વનવિભાગને બાતમી મળતા ત્રણેય શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. ખાંભા પંથકમા પાછલા ઘણા સમયથી શિકારની પ્રવૃતિઓ ફુલીફાલી રહી છે. અહી શિકારી ટોળકી દ્વારા અવારનવાર સસલા સહિતના વન્યપ્રાણીઓનો શિકાર કરી મિજબાની માણવામા આવી રહી છે. વનવિભાગ શિકારની પ્રવૃતિને અટકાવવા જાણે નિષ્ફળ નિવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા કોઠારીયા રાઉન્ડમાથી ચિંકારાના માંસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા.
ખાંભાના જીવાપર ગામે સરપંચની વાડી નજીક શિકારની પ્રવૃતિ ચાલી રહી હોવાની બાતમી મળતા રબારીકા રાઉન્ડના ફોરેસ્ટર બી.બી.વાળાએ ડીએફઓ શર્માને જાણ કરતા તેમની સુચનાથી અહી સ્ટાફ દોડી ગયો હતો. અહી વનવિભાગે સસલાના મૃતદેહ સાથે જીવાપરના દિલા ભરત પરમાર (ઉ.વ.૨૪) ભાવેશ ભરત પરમાર અને અંબાડાના પંકજ હાજા દેવીપુજક નામના શખ્સોને ઝડપી લીધા હતા. બાદમાં આ શખ્સોને ખાંભા વનવિભાગની કચેરી ખાતે લાવવામા આવ્યા હતા. આરએફઓ રાતડીયાએ ત્રણેય શખ્સોને છ છ હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો.
No comments:
Post a Comment