- કેસરી અને કેસરનાં પ્રદેશમાં પ્રવાસન નિગમ દ્વારા સિંહ સદનમાં આયોજન
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કેસરી અને કેસરનાં પ્રદેશ એવા સાસણ ગીરમાં આગામી ૭મી જૂનથી ત્રિદિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે પ્રવાસન મંત્રી જયેશ રાદડીયાનાં હસ્તે ખૂલ્લુ મુકાનાર આ ફેસ્ટીવલમાં જુદી-જુદી ૪પ જેટલી કેરીઓની જાતોનું પ્રદર્શન, અવનવી રમતો, ક્વીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ ટુરીઝમ વિભાગ દ્વારા આ મહોત્સવને આવરી લઇ ખાસ પેકેટ ટુરનું પણ જુદા-જુદા નગરોમાંથી આયોજન કરાયું છે.
સાસણ ગીર પંથક જેમ સિંહનો પ્રદેશ કહેવાય છે તેવી રીતે અહીંની કેસર પણ એટલી જ ખ્યાતી પ્રાપ્ત છે. ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સિંહસદન ખાતે ૭મી જૂનથી ૯ જૂન સુધી ૩ દિવસ મેંગો ફેસ્ટીવલ યોજાનાર છે. જેમાં માત્ર કેસર નહીં પણ ગુજરાતમાં બદામ, પાયરી, તોતાપુરી, નિલમ, હાફૂસ, કેસર, રાજાપુરી, લંગડો જેવી જાતો પ્રદર્શનમાં મુકાશે.
સાથોસાથ આંબાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો, વાડીનાં માલિકો અને
કેરીનાં વ્યવસાયમાં યોજાયેલા વેપારીઓને પણ આ ફેસ્ટીવલમાં તેડાવવામાં આવ્યા
છે. આ ફેસ્ટીવલ દરમ્યાન ખાસ પ્રકારનો વાર્તાલાપ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું
પણ આયોજન કરાયું છે. જ્યારે મેંગો ફેસ્ટીવલનાં પ્રથમ દિવસે રાજ્યનાં
પ્રવાસનમંત્રી જયેશ રાદડીયા ફેસ્ટીવલને ખૂલ્લો મુકશે. આ પ્રસંગે ટુરીઝમનાં
કમલેશ પટેલ, જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલ ગીરનાં ધારાસભ્ય
જશુભાઇ બારડ પણ ખાસ હાજર રહેશે. દરમ્યાન આ ફેસ્ટીવલને લઇને પ્રવાસન વિભાગ
દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આંબાવાડીયાઓ ઉજ્જડ બન્યા છે તેની ચિંતા જરૂરી છે
જૂનાગઢ ખાતે રાજ્યની ઉત્તમ કૃષિ યુનિ. હોવા છતા છેલ્લા દિવસોમાં તાલાલા-સાસણ ગીર પંથકમાં પ્રતિકૂળ હવામાન અને અન્ય કારણોને લઇને ખેડૂતો આંબાવાડીયાઓમાંથી આંબાઓ કાપી અને આ ઉત્પાદનથી દૂર રહેવા મક્કમ બન્યા છે ત્યારે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ કેસરનાં પ્રદેશમાં આ મેંગો ફેસ્ટીવલ યોજી રહ્યું છે ત્યારે ખેડૂતો કેસરથી કેમ દૂર ભાગી રહ્યા છે તેની ચિંતા સાથે અનુભવી કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લઇ પરીચર્ચા પણ થાય તે જરૂરી છે.
કેન્દ્ર-રાજ્યમાં ભાજપ સરકાર, જૂનાગઢ ખાતે મેંગો પલ્પ બનાવો
રાજ્ય સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા મેંગો ફેસ્ટીવલનું આયોજન કરાય રહ્યું છે પરંતુ કેસરનાં આ સોરઠ પ્રદેશમાં કેસરનાં બ્રાન્ડ સાથે એગ્રો ઉદ્યોગ કાર્યરત નથી. તેનું દુ:ખ પણ ખેડૂતો સેવી રહ્યા છે. અગ્રણીઓ કહે છે કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર છે ત્યારે જૂનાગઢ અથવા તાલાલા-સાસણમાં મેંગો પલ્પ ઉદ્યોગ પણ વિકસાવવો જોઇએ તે જરૂરી છે. ઉદ્યોગ વગરનાં શહેર એવા જૂનાગઢમાં માત્ર મેળા કે ટુરીસ્ટ પર નભવા કરતા એગ્રો બેઇઝ ઉદ્યોગ માટે પણ આયોજન થાય તો આર્થિક સધ્ધરતા ફરી આવી શકે તેમ છે.

No comments:
Post a Comment