- વિસાવદર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ વ્યથા વ્યકત કરી
- વિસાવદર શહેર અને તાલુકાનાં સમસ્યારૂપ પ્રશ્નો પણ વર્ણવ્યા
છેલ્લા કેટલાય સમયથી રોડ અને ટ્રેન માર્ગે સિંહોનાં અપમૃત્યુ સામે રાજ્ય સરકાર સલાહકાર સમિતી બનાવે તેવી તેમજ વિસાવદર શહેર અને તાલુકાનાં જૂના સમસ્યારૂપ પ્રશ્નોનું નિરાકરણ આવે તે મુદ્દે શહેર ભાજપ પ્રમુખે જિલ્લા પ્રભારી અને મંત્રી એવા બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી માંગ વ્યકત કરી છે. વિસાવદર શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ ભટ્ટે જૂનાગઢ ખાતે જિલ્લા પ્રભારી તથા મંત્રી બાબુભાઇ બોખરીયાને શહેર તથા તાલુકાનાં વિકાસ તથા વર્ષોથી ન ઉકેલ આવેલ અનેક પ્રશ્નોની લેખિત રજૂઆત કરેલ છે.
જેમાં વિસાવદર શહેરની પ્રાથમિક શાળાઓ જે વર્ષોથી જૂની બિલ્ડીંગ છે. તેને રિનોવેશન તેમજ પાકા સ્લેબવાળી બનાવવી, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઇ.સી.જી (કાડિયોગ્રામ), મશીન તથા દર્દીઓ માટેનાં રૂમમાં વધારો કરવો, નગરપાલિકાનાં ચિફ ઓફિસરની બદલી કરવી, તેમજ જૂની માંગણી મુજબ ન.પા. તાલુકો સંપૂર્ણ ખેતી આધારીત હોય સરકાર દ્વારા કોઇ નવા ઉદ્યોગની સ્થાપના થાય જેનો લાભ સ્થાનિક વિસ્તારમાં લોકોને મળે, વીજ કંપની દ્વારા શનિવારે સમારકામ મુદ્દે લાઇટ બંધ રાખવામાં આવે છે.
તેમા સુધારો જરૂરી છે.શહેરમાં રમત-ગમતનું એક પણ મેદાન ન હોય તેથી એક મેદાન ફાળવવું.સિંહોની રક્ષા માટે સરકારે આ અંગે જાણકારો તથા અનુભવીઓની એક સલાહ સમિતિની રચના કરવી અને આ સમિતિની સુચના મુજબ કાયદાની રચના કરવી. વિસાવદર તથા સાસણને જોડતો જંગલ વિસ્તારનો ૧૪ કિમીનો રસ્તો છે. જેને પાકો રોડ બનાવવો જરૂરી છે.
No comments:
Post a Comment