Bhaskar News, Una | Jun 01, 2014, 00:28AM IST
- ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે
- કાર્યવાહી : શિકાર કર્યા બાદ માંસ રાંધી મિજબાની કરે તે પહેલા વનવિભાગ ત્રાટક્યું
- વનતંત્રએ ચિંકારાનાં અવશેષો પણ કબજે કર્યા
- કાર્યવાહી : શિકાર કર્યા બાદ માંસ રાંધી મિજબાની કરે તે પહેલા વનવિભાગ ત્રાટક્યું
- વનતંત્રએ ચિંકારાનાં અવશેષો પણ કબજે કર્યા
ગીર ગઢડા તાલુકાનાં મોતીસર ગામમાં ધારી રેન્જનાં ડીએફઓને મળેલી બાતમીનાં આધારે ત્રાટકેલી વનવિભાગની ટીમે ચિંકારાનો શિકાર કરી તેની મિજબાની માણતા ત્રણ કોળી શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વનવિભાગે આ શખ્સો અન્ય વન્યપ્રાણીઓનાં શિકારમાં સંડોવાયેલા છે કે કેમ ? તેની તપાસ હાથ ધરી છે. નોંધનીય એ છે કે, ગીર-ગઢડા અને ઊના તાલુકાનાં ગીર પંથકમાં ચિંકારાનાં શિકારનું રીતસરનું ષડયંત્ર પણ ચાલે છે.
મોતીસરની સિમમાં જંગલ બોર્ડરની નજીક આવેલ હોય અને સિમમાં ગઇકાલે સમી સાંજનાં સમયે મોતીસર ગામનાં ત્રણ શખ્સો ભાવેશ ભગવાન સોલંકી, રાણા રૂખડ પરમાર, તેમજ ભૂપત બચુ પરમાર નામના શખ્સો નાનો મોટો શિકાર કરવાના ઇરાદે આંટાફેરા મારતા હોય એ સમયે જંગલમાંથી ચિંકાર નામનું પ્રાણ સીમમાં આવી પહોંચતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાનો શિકાર કરવાનું મનમાં નક્કી કરી લેતા પ્રથમ આ ચિંકારાને જોરદાર લાકડીનો ઘા મારતા તે પડી ગયેલ બાદમાં તેમની નજીક પહોંચી જઇ ઇજા પામેલ ચિંકારાને પથ્થરનાં ઘા મારી મોત નિપજાવેલ હતું.
ત્યારબાદ આ ચિંકારનું મોત નિપજાવ્યા બાદ તેમના શરીરમાંથી ચામડુ કાઢી સારૂ કહેલ બાદમાં પણ તેમજ મોઢુ અલગ કરી નાખેલ હતું. બાદમાં આ ત્રણેય શખ્સોએ ચિંરાનાં માસનાં અલગ-અલગ ભાગ કરી પોત પોતાના ઘરે લઇ ગયા હતા. આ અંગેની બાતમી ધારી રેન્જનાં ડીએફઓ અંશુમનને મળતા તાત્કાલીક જશાધાર રેન્જનાં એસીએફ વણપરીયા આર.એફ.ઓ બી.ટી.આયર, કોઠારીયા રેન્જનાં ફોરેસ્ટર આર.કે.ડેર, એન.એમ.મોરી, પઠાણભાઇ, વાણાભાઇ સહિત વનવિભાગનો સ્ટાફ મોતિસર જઇ તપાસ કરતા ત્રણેય શખ્સોનાં ઘરે પહોંચી ગયેલ અને માસ રાંધતા હતા ત્યારે વનવિભાગનાં અધિકારી પહોંચી જતાં તેઓ પણ ચૌંકી ઉઠયા હતા અને આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા આ અંગે વનવિભાગનાં સૂત્રોનો સંપર્ક કરતા જણાવેલ હતુ કે આ ત્રણેય શખ્સો એ ચિંકારાનો શિકાર કર્યા બાદ તેના માંસની મિજબાની રાંધતા હતા આ ત્રણેય શખ્સોને માંસનાં તપેલા સાથે ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાના અવશેષો નજીકનાં વાડામાં ફેંકેલા હતા તે સ્થળ બતાવતા વનવિભાગે ચિંકારાનાં અવશેષો તેમજ લાકડી સહિતની વસ્તુઓ વનવિભાગે ચિંકારાનાં અવશેષો તેમજ લાકડી સહિતની વસ્તુઓ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વનવિભાગે ચિંકારાનાં શિકારની ઘટના બન્યા બાદ ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા હતા.
ચિંકારાનો લાકડીનાં પ્રહાર કરી શિકાર કર્યો
ત્રણ શખ્સો શિકારની પાછળ દોટ મૂકી પકડી ન શકે તે માટે પ્રથમ શિકારને જોતા તેમને લાકીનાં ઘા મારી ઇજા પહોંચાડયા બાદ પથ્થરનાં ઘા મારી મોત નિપજાવી બાદમાં ચામડુ તેમજ અન્ય અવશેષો કાઢી માંસનાં ભાગ પાડેલ.
માંસ રાંધતા’તા તે વખતે જ વનવિભાગ પહોંચ્યું
ત્રણેય શખ્સો પોત પોતાના ઘરે માંસ રાધતા હતા એ વખતે જ વનવિભાગનાં અધિકારી પહોંચી જઇ શીકારીઓને ઝડપી લીધા હતા.
No comments:
Post a Comment