ખાંભા નજીકના વાડી ખેતરોમા જંગલમાથી અનેક વખત સાવજો આવી ચડે છે. અહી
અનેક વખત મારણની ઘટનાઓ બનતી રહે છે. મારણની ઘટના બનતા જ લોકો સિંહ દર્શનની
લ્હાયમા દોડી જાય છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે રાહાગાળા વિસ્તારમા સિંહ
સિંહણ આવી ગયાની જાણ સિંહપ્રેમીઓને થતા જ અહી રાત્રીના સમયે પંદરેક જેટલા
યુવકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.
સિંહણને ઉભી કરવા માટે કોઇએ કાંકરીચાળો કરતા જ સિંહણનો પીતો છટકી ગયો
હતો અને સિંહણે દોટ મુકતા જ યુવકોમા નાસભાગ મચી ગઇ હતી. ભાગે તે ભાયડાની
જેમ યુવકો ઝાડી ઝાંખરાની પરવા કર્યા વિના જ દોડવા લાગ્યા હતા. જેમા અનેકના
ચપ્પલ તો કોઇના મોબાઇલ પણ પડી ગયા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતા કોની
કોની પાછળ સિંહણે દોટ મુકી તે જાણવા લોકો એકબીજાની પુછપરછ કરતા નજરે પડ્યા
હતા.
No comments:
Post a Comment