Bhaskar News, Junagadh | May 31, 2014, 09:55AM IST
- જૂનાગઢનાં દંપતિએ ઘરમાં બનાવ્યું કીચન ગાર્ડન
- ન્યૂ ટ્રેન્ડ - કૃષિ યુનિવર્સિટીનાં કવાર્ટરમાં રહેતા દંપતિએ અનેક શાકભાજી, ફળ અને ફૂલો ઉગાડયાં
- ન્યૂ ટ્રેન્ડ - કૃષિ યુનિવર્સિટીનાં કવાર્ટરમાં રહેતા દંપતિએ અનેક શાકભાજી, ફળ અને ફૂલો ઉગાડયાં
આજની ફાસ્ટ લાઇફમાંથી ફ્રેશ થવા કે પછી મનને શાંતી મળે તે હેતુથી લોકો પ્રકૃતિ, કુદરતી વાતાવરણ તરફ વળી રહેલા જોવા મળે છે. જોકે, કોંક્રીંટનાં જંગલો, ઇલેકટ્રોનિક ઉપકરણો, ફાસ્ટ ફૂડવાળી જીંદગીમાંથી જો ક્યારેક કુદરતનાં સાનિધ્યમાં વિહરવાનો મોકો મળે તે પણ ખૂબ મોટી વાત છે. ત્યારે જૂનાગઢમાં રહેતા કે. બી. પરમાર દંપતિએ પોતાના ઘરમાં સુંદર કિચન ગાર્ડન બનાવ્યું છે. જેમાં નાનાકડા ફળિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડયા છે.
ડો. કે. બી. પરમાર અને તેમના પત્ની છેલ્લા થોડા સમયથી કૃષિ યુનિવર્સિટીનાં કવાર્ટરમાં રહે છે. હજુ પાંચેક મહિના પૂર્વે જ તેમને કેમ્પસ પરિસરમાં ક્વાર્ટર મળ્યું છે. ત્યારે આટલા ટૂંકા ગાળામાં જ તેઓએ વિવિધ શાકભાજી, ફૂલ અને ફળ ઉગાડયા છે. આ વિશે નંદુબેન પરમારે જણાવ્યું હતું કે, અમે અહીં રહેવા આવ્યા ત્યારે મોટું ઘાસ ઉગેલું હતું. આ ઘાસને સાફ કરવામાં તેઓને અઠવાડીયા જેટલો સમય લાગી ગયો હતો. આજે એ જગ્યામાં શાકભાજીની પચાસેક જાતો હશે. ઉપરાંત જસ્મીન, જૂઇ, ડોલર, ગુલાબ, ચંપો, મધુમાલતી વગેરે જેવા સુગંધી ફૂલો પણ ખરા.
શહેરમાં વસતા લોકો આ પ્રકારે ઘરમાં જ શાકભાજી અને ફળ ઉગાડતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કિચન ગાર્ડનની એક યોજના ચાલે છે. જેમાં જિલ્લાનાં નાયબ નિયામક (બાગાયત) દ્વારા કિચન ગાર્ડનનો વ્યાપ વધે તે માટે દર વર્ષે સ્પર્ધા પણ યોજાતી રહે છે.
દરરોજ ૩ કલાક બગીચાનું જતન કરે છે
ડો. કે. બી. પરમાર આ બગીચાની સારસંભાળ માટે ૩ કલાકનો સમય ફાળવે છે. નંદુબેન પરમારનાં જણાવ્યા મુજબ, બગીચાની સારસંભાળ રાખવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાનો એક છે શરીરને સંપૂર્ણ કસરત મળી રહે છે.
રીંગણા, ભીંડો, સરગવો જેવા પ૦ જાતના શાકભાજી
આ બગીચામાં રીંગણા, ભીંડો, સરગવો, દુધી, મૂળા, મરચા, કોબીજ, ટીંડોરા, ડુંગળી, બીટ, ગરમર, મોગરી, પાલક, ગલકા, પાંદડી, કંટોલા, સક્કરીયા, ફૂદિનો, અગઠીયા જેવા વિવિધ પ્રકારનાં પ૦ જેટલી જાતના શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.
No comments:
Post a Comment