- ૪૧ સેકન્ડની ક્લિપ ગીર પૂર્વના કરમદડી રાઉન્ડમાં ઉતારેલ હોવાનું મનાય છે ઃ તપાસ જરૃરી
વિસાવદર : વિસાવદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટથી
અમદાવાદ સુધી વ્હોટસોપમાં ફરતી થયેલી સિંહની એક વિડીયો ક્લિપે ભારે ચર્ચા
જગાવી છે. ધારી ગીર પૂર્વેના કરમદડી રાઉન્ડની મનાતી આ ક્લિપમાં સિંહને જોવા
કેટલાક લોકો મારણ મુકતા હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. જો આની તપાસ થાય તો
અનેકના તપેલા ચડી જાય તેમ છે.
૪૧ સેકન્ડની આ વિડીયો ક્લિપમાં સિંહની આગળ જીવતું વાછરડું છોડી
મુકવામાં આવે છે જે જોઈને સિંહ વાછરડા ઉપર તરાપ મારે છે અને પોતાના મોંમાં
દબોચી દૂર ઢસડી જાય છે અને મારણ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમને કેટલાક લોકો
પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે અને વાછરડાનો જીવ જતા અને સિંહને મારણ કરતા
ગેરકાયદેસર રીતે જોતા હેાવાનું જણાઈ આવે છે. આ ક્લિપ તાજેતરમાં જ ઉતારેલી
હોવાનું અને ધારી ગીર પૂર્વેના કરમદડી રાઉન્ડ પશ્ચિમ વીડીના પવન ચોક પાસેના
વિસ્તારની હોવાનું મનાય છે. આ ક્લિપની વનવિભાગ ચકાસણી કરાવે અને ગેરકાયદે
થતા લાયન શો બંધ કરાવે તેવી માંગ છે. અભ્યારણ અંદર ઘૂસણખોરી કરી કેટલાક લોકો વનવિભાગના કેટલાક કર્મીઓ સાથે મળી આવા ગેરકાયદે લાયન શો યોજાતા હોવાનું બહાર આવે તેમ છે. આ ક્લિપ વિસાવદરથી લઈ અમરેલ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ બાદ અમદાવાદ સુધી પહોંચતા ભારે ચર્ચા જાગી છે.
No comments:
Post a Comment