પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા, કાગળ-કાપડની બે લાખ થેલી તૈયાર.
Oct 30, 2014 00:01
- શનિવારથી જ પરિક્રમા માર્ગના પ્રવેશદ્વારે પ્રકૃતિ મિત્રના ર૦૦ સ્વયંસેવકો ગોઠવાઈ જશે ઃ સવા લાખ થેલી દાતાઓએ આપી
- પોણો લાખ થેલી ઘરે ઘરે ફરીને ઉઘરાવી !!
જૂનાગઢ : જૂનાગઢના ગરવા ગિરનારની પરિક્રમાને પ્લાસ્ટિક મૂક્ત
બનાવવા માટેના શરૃ કરાયેલા મહાઅભિયાન અંતર્ગત કાગળ અને કાપડની બે લાખ જેટલી
થેલીઓ તૈયાર રાખવામાં આવી છે. આગામી શનિવારથી જ પ્રકૃતિ મિત્રના નેજા હેઠળ
ર૦૦ સ્વયંસેવકો પરિક્રમા માર્ગના પ્રવેશદ્વારે પડાવ નાખીને ગોઠવાઈ જશે.
અને યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ એકત્ર કરીને જરૃરિયાત હશે તો કાગળ
કે કાપડની થેલી આપશે. આ અભિયાન માટે દાતાઓ દ્વારા સવા લાખ થેલી અર્પણ
કરવામાં આવી છે. જેની સામે પોણો લાખ થેલી સ્વયંસેવકોએ ઘરે ઘરે ફરીને ઉઘરાવી
છે.
જૂનાગઢના ગિરનારની પરિક્રમા બાદ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો
કચરો એકત્ર કરીને સાફ કરવામાં આવે છે. પરંતુ આ પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં
જાય જ નહી, તેના માટે જૂનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા મહાઅભિયાન હાથ
ધરવામાં આવ્યું છે. સંસ્થાના કો.ઓર્િડનેટર પ્રાધ્યાપક ડો.ચિરાગબેન ગોસાઈના
જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ૧ લાખ
પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પરિક્રમા માર્ગ ઉપર પ૦૦ બેનર્સ
લગાવવામાં આવ્યા છે. બસ, રીક્ષા સહિતના વાહનોમાં ૩ હજાર સ્ટીકર્સ લગાવવામાં
આવ્યા છે.
આગામી શનિવારથી પ્રકૃતિ મિત્રના ર૦૦ સ્વયંસેવકો પરિક્રમાના પ્રવેશ
દ્વારે ગોઠવાઈ જશે. તથા યાત્રિકોને પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલમાં ન લઈ જવા
સમજણ આપશે. યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકના થેલી-ઝભલા થઈને તેના બદલામાં
જરૃરિયાત હોય તેવા યાત્રિકોને કાપડ અને કાગળની થેલીનું વિતરણ કરશે.
સંસ્થાના સ્વયંસેવકોએ ઘરે ઘરે ફરીને પોણો લાખ થેલી એકત્ર કરી છે. જ્યારે
દાતાઓના સહયોગથી સવા લાખ નવી થેલીઓ બનાવવામાં આવી છે. વનમેન આર્મી સંસ્થાના
સંયોજક અને અગ્રણી ધારાશાસ્ત્રી કે.બી.સંઘવીના સહયોગથી રૃપાયતન ખાતે
હેમંતભાઈ નાણાવટી દ્વારા સંસ્થાના સ્વયંસેવકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા
કરી આપી છે. માણાવદરમાં પણ રેલીનું આયોજન કરીને ફાળો એકત્ર કરવામાં આવ્યો
હતો.
- ભૂતનાથ મંદિરનું નોટીસ બોર્ડ બન્યું જનજાગૃતિનું માધ્યમ !!
જૂનાગઢ ઃ સામાન્ય રીતે મંદિરોમાં ર્ધાિમક પ્રવૃત્તિ જ થતી હોવાની
માન્યતા છે. પરંતુ જૂનાગઢનું ભૂતનાથ મંદિર આ મામલે થોડો અલગ જ ચિલો ચાતરે
છે. પ્લાસ્ટિક મૂક્ત પરિક્રમાના પ્રકૃતિ મિત્રના અભિયાન અંતર્ગત પરેશભાઈ
બુચ દ્વારા ભૂતનાથ મંદિરના નોટીસ બોર્ડ ઉપર દરરોજ નવા વિચારો રજૂ કરીને
જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
- મનપા અને પોલીસ પણ ચેકિંગ કરી પ્લાસ્ટિક લઈ જતા યાત્રિકોને અટકાવશે
જૂનાગઢ ઃ જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા
પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસેથી જ યાત્રિકોને પ્લાસ્ટિક સાથે પરિક્રમામાં
જતા અટકાવવામાં આવશે. તેમજ ચેકિંગ કરીને પ્લાસ્ટિક કબજે કરવામાં આવશે.
યાત્રિકો પોતાની સાથે પ્લાસ્ટિક ન લાવે તથા વેપારીઓ પણ તેનો ઉપયોગ ન કરે
તેવો અનુરોધ મનપા તંત્રએ કર્યો છે. આ ઉપરાંત ભવનાથ સુધીના રસ્તા ઉપર થયેલા
દબાણો દૂર કરવા, અખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરવા માટે મહાપાલિકા તંત્રએ
તૈયારીઓ શરૃ કરી છે.
No comments:
Post a Comment