- કાચા માર્ગ ઉપર ચીકાશ વાળી માટી અને વહેતા પાણીને લીધે અગવડતા પેદા થઈ શકે છે ઃ દેવદિવાળીએ ૩ જી તારીખથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા અપિલ
ગરવા ગિરનારની પરિક્રમા આગામી તા.૩ ના રોજથી શરૃ થઈ રહી છે. દર વર્ષની પ્રણાલી અનુસાર ગીરદી અને ગંદકીથી બચવા ઉતાવળિયા યાત્રિકો દ્વારા શનિવારથી જ પરિક્રમાનો પ્રારંભ કરી દેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાતી હતી. તેમજ તંત્રએ આવી ધારણાએ જ તૈયારીઓ પણ આદરી દીધી હતી. પરંતુ નિલોફર વાવાઝોડાની અસરની શક્યતાએ તંત્રએ આગોતરી પરિક્રમાને બ્રેક મારી દીધી છે. જૂનાગઢ વનવિભાગના નાયબ વન સંરક્ષક આરાધના શાહૂએ જણાવ્યું છે કે, ભારે વરસાદની આગાહી થઈ રહી છે. વરસાદ પડે તો જંગલ વિસ્તારના કાચા રસ્તાની ચીકાસવાળી માટીને લીધે મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓ પણ જંગલની બહાર નિકળી જાય તેવી ભીતિ રહે છે. જેથી યાત્રિકોની સલામતી માટે આગામી ૭ર કલાક સુધી પરિક્રમા માર્ગ ઉપર ન જવા સુચના આપવામાં આવી છે. આગામી તા.૩ ને દેવદિવાળીના દિવસથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા યાત્રિકોને અપિલ કરવામાં આવી છે.
- વન્યપ્રાણી બહાર નિકળે તો કંટ્રોલરૃમને જાણ કરવા અનુરોધ
- પરિક્રમા માટે પોલીસ સ્ટાફને આજે ફરજ સોંપણી કરાશે
- જળક્રાંતિ ટ્રસ્ટ આયોજીત ગીરનાર પરીક્રમા રદ્દ
રાજકોટ : સંભવિત વાવાઝોડાને લીધે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા
તા.૧ના રોજ યોજાનારી ગીરનાર પરીક્રમા તેમજ તા.૩૧ શુક્રવારે ભવનાથ તળેટીનું
સંમેલન રદ્દ કરવામાં આવ્યાનું સંસ્થાએ જણાવ્યુ છે.
No comments:
Post a Comment