- અલગ-અલગ કેસમાં કુલ ૧૮ લાખ ઉપરાંતનો દંડ વસુલાયો
- દિવાળી વેકેશનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા વન અધિકારીઓની બેઠક બોલાવી કામગીરી સોંપાશે
ધારી ગીર પૂર્વેના ડીએફઓએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૧-૧૨થી ચાલુ વર્ષ ૩૧-૮ સુધીમાં વનવિભાગે અલગ-અલગ ૩૦૦ કેસમાં કુલ ૩૮૮ જેટલા શખ્સો સામે ધરપકડ તેમજ દંડાત્મક સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
ગીરમાં સિંહો અસલામત હોવાનું જણાવી સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે અભ્યારણમાં ગેરકાયદે પ્રવેશ, વાહનોનો પ્રવેશ, વૃક્ષછેદન, ફોટા પાડવા, શિકાર કરવો, ઘાંસ કાપવું, ભેંસો ચરાવવી સહિતની પ્રતિબંધાત્મક પ્રવૃત્તિઓ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવું, પ્લાસ્ટીક ફેંકવું જેવા સામાન્ય ગુનામાં વર્ષ ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં ૩૫૩ કિસ્સામાં ૫૮૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં વનવિભાગે કુલ ૧૮ લાખ ૮૦ હજાર ૩૭૦નો દંડ વસુલ્યો છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓના ઘસારાને નિવારવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ટૂંક સમયમાં વન અધિકારીઓની બેઠક બોલાવી વિવિધ કામગીરી સોંપવામાં આવશે.
http://sandesh.com/article.aspx?newsid=2994307
No comments:
Post a Comment