ધારીના સેમરડી બીટમાં ગેરકાયદે સિંહ દર્શન સામે વન વિભાગની ધોંસ.
Oct 27, 2014 00:01
- ડીએફઓના આકસ્મિક ચેકીંગથી પ્રવાસીઓમાં નાસભાગ
અમરેલી :
ધારી ગીર પૂર્વના શેમરડી બીટમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં
ગેરકાયદે સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગતા વનવિભાગે ધોંસ બોલાવી હતી.
વનવિભાગની ગાડીઓ જોતા પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી.
વનવિભાગના નિયમો મુજબ સિંહને વાહનથી પરેશાન કરવા, સિંહના રહેઠાણ
નજીક ટોળુ વળીને મોટા મોટા અવાજો કરવા વગેરે પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ
મુકવામાં આવ્યો છે. સિંહ દર્શન પૂર્વે વનવિભાગની પરવાનગી મેળવવી પડે છે.
પરંતુ ધારી ગીર પૂર્વના શેમરડી બીટમાં વનવિભાગની હદ બહાર આવતા
રેવન્યુ વિસ્તારમાં સિંહનો વસવાટ હોય દિવાળીની રાતે ગેરકાયદે રીતે સિંહ
દર્શન માટે પ્રવાસીઓના ટોળે ટોળે ઉમટી પડયા હતા. લોકો હિંસક આનંદ માટે
સિંહોને પરેશાન કરતા હતા. આ અંગેની જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્મા દોડી ગયા
હતા. વનવિભાગની ગાડી જોતા ગેરકાયદે સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓમાં
અફડાતફડી મચી ગઈ હતી. પ્રવાસીઓ મનફાવે તે દિશામાં નાસવા લાગ્યા હતા. ડીએફઓ
દ્વારા તમામ પ્રવાસીઓએ સ્થળ છોડી જવા સુચના આપવામાં આવી હતી. જેના કારણે
ગણતરીના સમયમાં સન્નાટો છવાઈ ગયો હતો.
- ડીએએફઓએ રાતભર ચેકીંગ કર્યું
અમરેલીઃશેમરડી બીટમાં ગેરકાયદે સિંહ દર્શન માટે પ્રવાસીઓના ધસારા
બાદ દોડી ગયેલા ડીએએફઓએ વિસ્તારમાં આખી રાત પેટ્રોલિંગ કર્યું હતુ. જેના
કારણે ગેરકાયદે સિંહ દર્શન કરવા આવેલા પ્રવાસીઓને પરત ફરવું પડયું હતુ.
No comments:
Post a Comment