Friday, July 31, 2015

વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર અપાઇ.


વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર અપાઇ

DivyaBhaskar News Network

Jul 25, 2015, 08:45 AM IST
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીનાં વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર આપવામાં આવી હતી. મોરબીનાં એક મંદિરની હાથણીની પીઠ ઉપર પાક થયો હતો. જેને અઢી વર્ષ થયા હતા.પરંતુ રૂજાવાનું નામ લેતો હતો. જેથી ગઇકાલે હાથણીને જૂનાગઢ વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ પાકનાં નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વેટરનરી કોલેજમાં પશુઓને સારવાર આપવામાં આવે છે. વેટરનરી કોલેજમાં વન્ય પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓને સારવાર આપવામાં આવે છે. વેટરનરી કોલેજમાં વન્ય પ્રાણીમાં પહેલા સિંહને સારવાર અપાઇ હતી. ગુરૂવારનાં મોરબીથી મંદિરનાં વિપુલભાઇ હાથણીને જૂનાગઢ વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવ્યા હતા. હાથણીની પીઠ ઉપર પાક થયો હતો. જેને અઢી વર્ષ થયા હતા. દાવ કરવા છતા રૂજાતો હતો. અંતે સારવાર માટે જૂનાગઢ વેટરનરી કોલેજમાં લાવવામાં આવી હતી. કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર.પાઠક અને વેટરનરી કોલેજનાં ડીન ડો.પી.એચ.ટાંકનાં માર્ગદર્શન હેઠળ વેટરનરી કોલેજની ટીમ ડો.એ.એમ.પટેલ, ડો.જે.વી.વડાલિયા, ડો.વિનીતકુમાર, ડો. પી.બી.પટેલએ સારવાર શરૂ કરી હતી. બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. દવા કરવામાં આવી હતી. તેમજ પાકમાંથી નમુના લઇને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

મોરબીથી લવાયેલી હાથણીને બે દિવસ સુધી વેટરનરી કોલેજની ટીમે સારવાર આપી હતી. બાદ આજે રજા આપવામાં આવી હતી. તસ્વીર/ મેહુલચોટલીયા

સુશ્રુતા

No comments: