Friday, July 31, 2015

સાસણ રોડની માટી વરસાદી પાણીથી પલળતા અકસ્માતની હારમાળા :વાહનો સ્લીપ થયા.

Bhaskar News, Talala
Jul 27, 2015, 02:56 AM IST
સાસણ રોડની માટી વરસાદી પાણીથી પલળતા અકસ્માતની હારમાળા :વાહનો સ્લીપ થયાતાલાલા : સાસણ (ગીર) ગામથી પસાર
થતાં જૂનાગઢ સ્ટેટ હાઇવે પર રોડ પર ચીકણી માટીથી વાહનો ધડાધડ સ્લીપ થયાં હતાં.

સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવતા વણાંકમાં બંને બાજુ નાંખેલી માટી વરસાદ સાથે વહી રોડ પર ફરી વળતાં આજે વહેલી સવારે અખબારની તાલાલા તરફ આવતી તુફાન ગાડી, જીપ, છકડો રીક્ષા, ટ્રક, બાઇક સહિતનાં વાહનો ચીકાસવાળા માર્ગમાં સ્લીપ થઇ રોડ પરથી ઉતરી જતાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ધડાધડ વાહનો સ્લીપ થવા છતાં સદભાગ્યે કોઇને ગંભીર ઇજા જાનહાની થઇ ન હતી. આ ઘટના બાદ ટ્રેકટરને બોલાવી વાહનોને વારાફરતી બહાર કઢાયા હતાં.
 
ગટરનાં ખાડામાં બાઇક ખુંપ્યું
તાલાલામાં મેઇન બજારમાં ભુગર્ભ ગટરનું ખોદકામ કરાયાં બાદ જમીનમાં માટીનું યોગ્ય રીતે પુરાણ થયું ન હોય છાશવારે બાઇક સહિતનાં વાહનો ખુંપી જતાં હોય લોકો  ભારે હાલાકી ભોગવે છે.
 
જીપ અથડાતા ટ્રાન્સફોર્મર  તુટયું
આ રોડ પર જ થોડા દિવસો પહેલા એક જીપ સ્લીપ થઇ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ જતાં તુટી ગયું હતું. પીડબલ્યુડી આ તુટેલા ટ્રાન્સફોર્મરને હટાવવા પણ હજુ ઉંઘમાં હોય તેમ જણાય છે. - જીતેન્દ્ર માંડવીયા

No comments: