- Bhaskar News, Amreli
- Jul 29, 2015, 00:01 AM IST
- ચેકડેમ છલકાતા મગર પાણીમાં તણાઇને આવ્યો હોવાની આશંકા
- વનવિભાગને ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળતા મળીપાંજ
- વનવિભાગે મગરને રાવળડેમમા મુકત કર્યો
ધારી: ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં
મસમોટો મગર આવી ચડતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વાડી
માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી અને
ત્રણ કલાકની જહેમત બાદ મગરને પાંજરે પુરી અહીના રાવળડેમમા મુકત કરવામા આવતા
લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં હાલ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં
છે ત્યારે ધારી તાલુકાના સરસીયા ગામની સીમમા બાલાભાઇ કથીરીયાની વાડીમાં એક
મસમોટો મગર આવી ચડતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો.
તાબડતોબ વનવિભાગને જાણ કરવામા આવતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી
ઇન્ચાર્જ એસીએફ સી.પી.રાણપરીયાના માર્ગદર્શન તળે રેસ્કયુ ટીમના ડો. હિતેષ
વામજા, જે.ડી.બાયલ, અમીત ઠાકર, સમીર દેવમુરારી, વનરાજભાઇ ધાધલ, શિવરાજભાઇ
ધાધલ, કેતન ગેવરીયા, રાજુભાઇ ખુમાણ સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો
હતો. વનવિભાગના સ્ટાફે અહી ત્રણ કલાકની જહેમત બાદ આ મગરને પકડી પાડી પાંજરે
પુર્યો હતો. આ મગરને રાવળડેમમા મુકત કરી દેવામા આવ્યો હતો. મગર પકડાઇ જતા
ખેડૂતોએ રાહત અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા મેઘરાજા મનમુકીને
વરસી રહ્યાં હોય નદી નાળા, તળાવો અને ચેકડેમો છલકાઇ ઉઠયા છે ત્યારે આ મગર
પાણીમા તણાઇને વાડીમા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
No comments:
Post a Comment