Thursday, July 30, 2015

પીપાવાવ રોડ પર બે સાવજોએ અડિંગો જમાવતા ટ્રાફિક જામ.

પીપાવાવ રોડ પર બે સાવજોએ અડિંગો જમાવતા ટ્રાફિક જામ
  • Bhaskar News, Amreli
  • Jul 29, 2015, 02:26 AM IST
વાહન ચાલકોએ કલાકો સુધી સિંહ દર્શનનો લ્હાવો લીધો
- સાવજો અવારનવાર માર્ગો પર આવી ચડવાની ઘટનાઓ બનતી રહે છે
 
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં દરિયાકાંઠા વિસ્તારોમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સાવજો અવારનવાર માર્ગો પર આવી ચડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે સાંજના સુમારે રાજુલાના પીપાવાવ રોડ પર બે સાવજોએ અડીંગો જમાવતા થોડીવાર માટે અહી બંને તરફ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં દરિયાકાંઠાળ વિસ્તારોમાં પણ મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે.
 
સાવજો અવારનવાર માર્ગો પરથી પસાર થતા હોય છે. ત્યારે આજે પીપાવાવ બીએમએસ રોડ પર બે ડાલામથ્થા સાવજોએ અડીંગો જમાવતા બંને તરફ ટ્રાફિક જામ થઇ ગયો હતો અને વાહનોની કતારો
લાગી હતી. અહી અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમતા હોવાથી પીપાવાવ રોડ પર રાત દિવસ સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે અહી બે સાવજો આવી ચડતા વાહન ચાલકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. થોડીવાર બાદ બંને સાવજોએ સીમ તરફ વાટ પકડી હતી અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો. આ વિસ્તારમાં 15 જેટલા સિંહબાળ હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સાવજો માર્ગ અકસ્માતમા ભોગ ન બને તેની સુરક્ષા માટે વનતંત્ર દ્વારા અહી સઘન પેટ્રોલીંગ કરવામા આવે તેવુ સિંહ પ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.

No comments: