DivyaBhaskar News Network
Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢ
ઐતિહાસીક નગરી છે. જૂનાગઢમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે
છે. ત્યારે દેશ-વિદેશનાં પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય તે માટે
ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ
સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. જેની તૈયારી માટે આગામી તા. 2 નવેમ્બરે
કલેક્ટર કચેરીમાં મિટીંગ યોજાશે. Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ રજા અને વેકેશનનાં દિવસોમાં પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા રહે છે. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર પર્વત પર અંબાજી માતા, ગુરૂ દતાત્રેય, વગેરે ધાર્મિક સ્થળો તેમજ ઉપરકોટ, મહોબ્બત મકબરા, બૌદ્ધ ગુફા, અશોકનો શિલાલેખ જેવા ઐતિહાસીક તથા પ્રાચીન સ્મારકો આવેલા છે.
તેમજ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારોને આવરી લઇ મહોત્સવ યોજવામાં આવશે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. ગિરનારોત્સવમાં સ્વચ્છ ભારત અભિયાન કલ્ચરલ પ્રોગ્રામ અને પરેડ જેવી જુદી-જુદી એક્ટિવીટીને સાંકળી લેવામાં આવે છે. હાલ ગિરનારોત્સવને લઇ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે. જેમાં ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવશે.
ડિસેમ્બરનાં અંતમાં ગિરનારોત્સવ