DivyaBhaskar News Network
Oct 10, 2015, 03:35 AM IST
Oct 10, 2015, 03:35 AM IST
બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા
ચલાલામાંશાંતી નિકેતન પરિસરમાં બે દિવસીય સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ. વર્કશોપમાં બાળ નાટકની અનેકવિધ કૃતિઓ રજુ કરવામા આવી હતી. ઉપરાંત બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા સહિતના વિષયો પર પ્રકાશ પાડતા નાટકો પણ બાળકોએ લખ્યા હતા અને નાટકની ભજવણી કરવામા આવી હતી. બાળ સાહિત્યમાં ઉપેક્ષિત વિષય જો રહી ગયો હોય તો તે છે બાળ નાટક. એનો અર્થ નથી કે બાળ નાટકો લખાયા નથી કે લખાતા નથી. પણ જે લખાય છે નિષ્ણાંતોના મતાનુસાર બાળનાટક હોતા નથી. બાળ નાટકો લખાય, ભજવાય એવી ચિંતા, ખેવના બાળ સાહિત્યકારો કરે છે. એટલુ નહિ પણ બાળ સાહિત્ય અકાદમી અમદાવાદના પ્રતિ વર્ષ ભરાતા અધિવેશનમા પણ ડો. કુમારપાળ દેસાઇ માટે ચિંતા સેવે છે.
ત્યારે અમરેલીના શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપક વાસુદેવભાઇ સોઢાએ ચલાલા ખાતે સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનુ આયોજન કર્યુ હતુ. અહીના શાંતી નિકેતન પરિસરમા ડો. કાલિન્દીબેન પરીખ, ગણપતભાઇ ઉપાધ્યાય, રવજીભાઇ કાચાએ બાળનાટય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત નાટક કઇ રીતે લખાય તે વિશે પણ ચર્ચા કરી હતી.
બાદમાં બાળ નાટકની કૃતિઓ રજુ કરવામા આવી હતી. વર્કશોપના બીજા દિવસે ડો. ભારતીબેન બોરડે બાળ કાવ્યથી માહોલ બાંધ્યો હતો. કેટલાક બાળકો પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર પ્રકાશ પાડતા હતા. બાદમાં નાટક, પ્રહસન, નાટયાંશની ભજવણી કરવામા આવી હતી.
No comments:
Post a Comment