Saturday, October 31, 2015

લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ


લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ

  • DivyaBhaskar News Network
  • Oct 07, 2015, 05:40 AM IST
યુવા ગ્રૃપનાં સભ્યોએ પાલિકા અને સેવાભાવી લોકોને સાથે રાખી જળાશયમાંથી ગંદકી દૂર કરી

અમરેલીનાકામનાથ ડેમમાં ગત વર્ષે ગાંડીવેલે કબજો જમાવ્યો હતો. ગાંડીવેલનો આવો ઉપદ્રવ ચાલુ વર્ષે લાઠીમાં ગાગડીયા નદીના ચેકડેમોમાં ચાલુ થતા આજે લાઠીના યુવા ગૃપના સભ્યોએ પાલીકા અને સેવાભાવી લોકોની મદદ લઇ ગાંડીવેલ હટાવવા અભીયાન હાથ ધર્યુ હતું. ગાંડીવેલ હટાવવા માટે જેસીબીની મદદ પણ લેવાઇ હતી.

સ્વચ્છતા અભીયાનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લાઠીમાં યુવાનોએ આજે ચેકડેમમાં અભીયાન હેઠળ ગાંડીવેલને દુર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ હતું. અમરેલીના કામનાથ ડેમનું પાણી ગત વર્ષે ગાંડીવેલે બગાડી નાખ્યુ હતું. ચોમાસામાં આવેલા ભારે પુરમાં ગાંડીવેલ ધોવાઇ તો ગઇ પરંતુ ચાલુ સાલે ફરી કામનાથ ડેમમાં ગાંડીવેલ છવાવા લાગી છે. વર્ષે પણ કામનાથ ડેમમાં પુરેપુરી સપાટી પર ગાંડીવેલ છવાઇ જાય તો આશ્ચર્ય નહી રહે તેવી સ્થિતી જોવા મળી રહી છે. હવે લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં પણ આવી સ્થિતી જોવા મળી રહી છે. લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં ધીમે ધીમે ગાંડીવેલનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજે ડેમના સમગ્ર પાણી પર તે છવાય જાય તે પહેલા લાઠીના યુવા ગૃપ દ્વારા તેને દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવા ગૃપના સભ્યોને નગરપાલીકા દ્વારા પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ચેકડેમમાંથી ગાંડીવેલ દુર કરવા માટે જેસીબીની પણ મદદ લેવાઇ હતી અને સ્વચ્છતા અભીયાનને અહિં અનોખી રીતે પાર પડાયુ હતું.

યુવાનોએ અથાગ મહેનત કરી ચેકડેમમાંથી ગાંડીવેલને દૂર કરી ફરીથી જળાશયને રમણીય બનાવી દીધું હતું. જેસીબીએ પણ ગાંડી વેલને દૂર કરી હતી. }કલ્પેશખેર

No comments: