- Bhaskar News, Savarkundala
- Oct 18, 2015, 01:03 AM IST
સાવરકુંડલા : ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક સમયથી તેમના જ પક્ષની રાજ્ય સરકાર સામે બાંયો ચડાવેલી છે અને ગઇકાલે તાલાળામાં તેમણે સિંહોને મારી નાખવાની વાત કરતા આજે સાંસદ કાછડીયા, ધારાસભ્ય વઘાસીયાની ઉપસ્થિતીમાં ભાજપના કાર્યકરો દ્વારા સાવરકુંડલાના રિધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આમ ભાજપના જ આગેવાનો પાછલા કેટલાક સમયથી એકબીજાની સામસામે આવી રહ્યા હોય અમરેલી જીલ્લામાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે.
ધારીના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના મુદે પાછલા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવાઇ રહ્યુ છે. ગઇકાલે તાલાળામાં આ મુદે મળેલી સભામાં ધારાસભ્ય કોટડીયાએ સિંહોને મારી નાખવાની વાત કરતા આ મુદે ખુદ ભાજપમાંથી જ ખુદ તેમની સામે ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભાજપના આગેવાનો આજે સાવરકુંડલામાં તેમના જ પક્ષના ધારાસભ્યના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતાં.
આજે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વી.વી. વઘાસીયા, અમરેલીના પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયા, સાવરકુંડલા પાલીકાના પ્રમુખ ડી.કે. પટેલ, હેમાંગભાઇ ગઢીયા, જયસુખભાઇ નાકરાણી, અરવિંદભાઇ યાદવ સહિતના આગેવાનો તથા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરોએ સાવરકુંડલાના રીધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનું દહન કર્યુ હતું. આ સમયે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા કોટડીયા વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે જીલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
પોલીસ ચોકી સામે જ મંજુરી વગર કાર્યક્રમ
સાવરકુંડલામાં આજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે પોલીસ ચોકી સામે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોલીસની મંજુરી વગર જ કાર્યક્રમ યોજાયો હતો. વળી પુતળા દહન સમયે ખુદ પીઆઇ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે.
સાવરકુંડલામાં આજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે પોલીસ ચોકી સામે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોલીસની મંજુરી વગર જ કાર્યક્રમ યોજાયો હતો. વળી પુતળા દહન સમયે ખુદ પીઆઇ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ આગેવાન અને કાર્યકરો સામે ગુનો નોંધાયો
સાવરકુંડલામા આજે સાંજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધારીના તેમના જ પક્ષના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનુ દહન કરવામા આવતા મંજુરી વગર આ કાર્યક્રમ યોજયો હોય સાવરકુંડલા સીટી પોલીસે મોડીસાંજે અમરેલી તથા સ્થાનિક ભાજપના આગેવાનો તથા કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.
No comments:
Post a Comment