DivyaBhaskar News Network
Oct 08, 2015, 04:40 AM IST
ભંડારિયાના વૃધ્ધ ખેડૂતનું મધમાખીના હુમલાથી મોત Oct 08, 2015, 04:40 AM IST
હજુબે દિવસ પહેલા વડીયા તાલુકાના દેવગામ ગામના એક કોળી વૃધ્ધાનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આવી વધુ એક ઘટનામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના બની છે.
અમરેલી જીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.
મધુભાઇ પટેલને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.
No comments:
Post a Comment