- Bhaskar News, Amreli
- Oct 30, 2015, 00:46 AM IST
અમરેલી : ગીર પૂર્વના ડીએફઓ તરીકે ફરજ બજાવી આ વિસ્તારમાં ભારે લોકચાહના મેળવનાર ડીએફઓ અંશુમન શર્માની ગોધરા ખાતે બદલી થતા ધારીમાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પોતાના કાર્યકાળ દરમીયાન તેમણે ચંદન ચોર ગેંગને પકડવા ઉપરાંત લાયન શો પર પણ લગામ કસી હતી.
ડીએફઓ અંશુમન શર્માએ ગીરપૂર્વના પોતાના કાર્યકાળ દરમીયાન ભારે
લોકચાહના મેળવી હતી. ખાસ કરીને જંગલમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતીઓ પર
તેમણે પોતાની આગવી સુઝથી કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત સિંહની વસતી ગણતરી
દરમીયાન પણ યશસ્વી કામગીરી નિભાવી હતી. ગીર જંગલ તથા આસપાસના બૃહદ ગીર
વિસ્તારમાં લાયન શોની પ્રવૃતિ બેફામ બની હોય તેના પર કાબુ મેળવવા તેમણે
અસરકારક પગલા લીધા હતાં. ધારી ખાતે વન કર્મચારીઓ દ્વારા તેમનો ભવ્ય વિદાય
સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીર પૂર્વની જુદી જુદી સાત રેન્જના
અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો
સાત રેન્જનો મસમોટો સ્ટાફ આ વિદાય સમારોહમાં ઉમટી પડતા જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ વિદાય સમારોહમાં ભાગ લેવા માટે ગીર પૂર્વની સાતે સાત રેન્જનો સ્ટાફ અને અધિકારીઓ દુર દુરથી આવ્યા હતાં. જેના કારણે જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ કાર્યક્રમ પણ મોડે સુધી ચાલ્યો હતો.
No comments:
Post a Comment