DivyaBhaskar News Network | Mar 12, 2017, 03:35 AM IST
રાજ્યપાલને રજુઆત કરવામાં આવી
ગીરપુર્વ વિભાગની દલખાણીયા રેંજના બોરડી ગામે તાજેતરમા વનકર્મીની હત્યા
કરવામાં આવી હતી. અહી ગેરકાયદે સિંહદર્શન કરનારાને અટકાવવા જતા તેમણે
ઘાતકી હથિયારે વડે ટ્રેકરની હત્યા કરી નાખી હતી. ત્યારે અંગે લાયન નેચર
ફાઉન્ડેશન દ્વારા રાજયપાલને વેદનાપત્ર પાઠવી હત્યારાઓની તાકિદે ધરપકડ કરી
કડક સજા ફટકારવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. લાયન નેચર ફાઉન્ડેશનના
પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા રાજયપાલને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું
હતુ કે દલખાણીયા રેન્જના બોરડી ગામે ગેરકાયદેસર સિંહદર્શન કરનારાને સિંહ
દર્શન કરવા દેતા ગીર પુર્વે વન વિભાગના ઝાંબાજ ટ્રેકરગાર્ડ ઉપર જીવલેણ
હથીયારોથી સમુહમાં હુમલો કરી જંગબાજ યુવાન ધર્મેશભાઇ વાળાને મોતને ઘાટ
ઉતારી દેતા વન અને વન્ય
પ્રાણી
અસુરક્ષીત બનવા સાથે મૃતક પરિવારના યુવાનના મોતથી સ્વ.વાળાના પરિવારજનો
ઉપર આભ ફાટયું છે. ગીર પુર્વ વન વિભાગના દલખાણીયા રેન્જમાં બોરડી ગેઇટ ઉપર
ફરજ દરમીયાન વન અને વન્ય પ્રાણી માટે પોતાના જીવનની આહુતી આપનારા જંગબાજ
ટ્રેકરગાર્ડ
ધર્મેન્દ્રભાઇ
વાળાના પરિવારજનોને રૂ.10 દસ લાખ અર્પણ કરવા તેમજ મૃતકના પરિવારજનો પૈકી
એકને વન વિભાગમાં કાયમી નોકરી આપવા તેમજ વન વિભાગમાં વન્યપ્રાણી અને વનની
સુરક્ષા અર્થે ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાને પોતાની ફરજ સમજી ગેરકાયદેસર
સિંહ દર્શન કરવા દેતા ગેરકાયદેસર સિહદર્શન કરનારાઓએ જીવલેણ હથીયારોથી
ધર્મેન્દ્રભાઇ વાળા ઉપર હુમલો કરી હત્યા કરનારા તમામની તાત્કાલિક અસરથી
ધરપકડ કરવા અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.