દીપડા કરતા સાવજોએ માલઢોરનું વધુ મારણ કર્યું
વનવિભાગ દ્વારા વિવિધ પદ્ધતિ થકી અંદાજ કાઢવામાં આવશે
ગિરનુંજંગલ...
વનવિભાગ દ્વારા વિવિધ પદ્ધતિ થકી અંદાજ કાઢવામાં આવશે
ગિરનુંજંગલ વિસ્તરતુંજ જાય છે. આથી તેમાં વસતા સિંહ-દિપડા જેવા રાની પશુઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. અને તેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રનાં જંગલ વિસ્તારોમાં ખાસ સિંહોને જોવા માટે પ્રવાસન પ્રવૃત્તિ ખુબજ વધી ગઇ છે. પરંતુ પ્રાણીઓ જંગલમાં વસતા તૃણભક્ષી પ્રાણીઓની વધુ શિકાર કરે છે કે, માલઢોરનો સવાલનો જવાબ મેળવવા ખુદ વનતંત્ર એક સર્વે હાથ ધરી રહ્યાની વિગતો સાંપડી છે.
ગિરનાં જંગલમાં વસતા સિંહ-દિપડા મુખ્યત્વે જંગલનાં નીલગાય, હરણ જેવાં તૃણાહારી પ્રાણીઓ તેમજ જંગલ બોર્ડરની આસપાસ રેવન્યુ વિસ્તારમાં જઇને માલઢોરનું મારણ કરી પોતાનો જઠરાગ્નિ ઠારતા હોય છે. જો માલઢોરનું મારણ કર્યું હોય તો વનવિભાગ તેનાં માલિકને વળતર આપે છે. જ્યારે તૃણાહારીનાં મારણનો કોઇ અંદાજ હોતો નથી.
પરંતુ વનવિભાગ હવે અંગેનો એક સર્વે હાથ ધરી રહ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જે મુજબ, માલઢોરનો અંદાજ તો વનવિભાગે ચૂકવેલા વળતર પરથી આસાનીથી મળી રહેશે. પરંતુ તૃણાહારીનો અંદાજ કાઢવા હાલ છેક બીટ ગાર્ડ લેવલે કવાયત હાથ ધરાશે. હાલ છેલ્લા એક માસમાં થયેલા મારણનો અંદાજ કાઢવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
માટે જેતે બીટ વિસ્તારમાં મૃતકનાં હાડકાં જેવા અવશેષો પરથી તેના મારણનો અંદાજ કાઢવામાં આવશે.
નીલગાયનો શિકાર સિંહ કરે
જંગલમાંસામાન્ય રીતે પુખ્ત નીલગાયનો શિકાર સિંહ કરે છે. કારણકે, તેના શરીરમાં તાકાત અને વજન તેને મદદરૂપ બને. જ્યારે દિપડો એકલો નીલગાયનો શિકાર કરવાની હિંમત નથી કરતો. જો તેનું બચ્ચું હોય તો તેનો શિકાર કરે ખરો.
માંસનાંવજનનો અંદાજ પણ મેળવાશે
સિંહ-દિપડાપૈકી એક જીવ વધુમાં વધુ કેટલું માંસ એક વખતે આરોગી શકે તેનો અંદાજ માલઢોર તેમજ મૃતક તૃણભક્ષીનાં અવશેષોનાં આધારે મેળવવામાં આવશે.
No comments:
Post a Comment