વિસાવદર પંથકનાં બરડીયા સીમની ઘટના
રતાંગ: ગીર-પશ્ચિમ વિભાગનાં ડેડકડી રેન્જનાં જાંબુથાળા રાઉન્ડ
હેઠળ આવતાં વિસાવદરનાં બરડીયાની સીમમાં દાદર તરફ જતાં રસ્તે મનસુખભાઇ
કાળાભાઇ વઘાસીયાની વાડીમાં આવેલા પારાપીઠ બાંધેલા 72 ફુટ ઉંડા, 36 ફુટ
પાણી ભરેલા કુવામાં શુક્રવારે પરોઢીયે બીલાડીનો શિકાર કરવા સાત વર્ષની
ઉંમરનો દીપડો તેની પાછળ દોડયો અને બંને કુવામાં ખાબકી જતાં મોટો અવાજ આવતા
ઓસરીમાં સુતેલા મજુરો જાગી ગયેલ અને ટોર્ચથી કુવામાં જોતાં દીપડો અને
બીલાડી જોવા મળતાં વાડી માલીકને જાણ કરતાં જાંબુથાળા રાઉન્ડનાં ફોરેસ્ટર
ગોહીલ, કોળીયા, ડેર, સીંધવ સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી દોરડાથી ખાટલાને
કુવાની અંદર ઉતારતા તેમાં દીપડો અને બીલાડી બેસી ગયેલ અને બાદમાં સાસણથી
રેસ્કયુ ટીમે આવી દોરડાનો ગાળીયો દીપડા પર નાંખી તેને બહાર ખેંચી પાંજરે
પુરી સાસણ લઇ જવાયો હતો. જયારે દીપડાને બહાર ખેંચતી વખતે બીલાડી પાણીમાં
પડી જતાં ફરી ખાટલો ઉતારી બીલાડીને પણ બચાવી લેવાઇ હતી.
No comments:
Post a Comment