અમરેલીસ્થિત જે.એન.મહેતા પોલીટેકનિક ખાતે તાલુકાકક્ષાના ૬૮મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો્ મૂક્યો હતો. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, વડવાઓએ વન-વૃક્ષ જતન કર્યુ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃત્તિને રક્ષણ આપ્યું તે રીતે આપણાથી બનતા પ્રયત્નોા કરી ભાવિ પેઢી માટે આપણે પ્રકૃત્તિના સંરક્ષણ માટે કટિબધ્ધ થઇએ. જીવસૃષ્ટિના રક્ષણ માટે પ્રકૃત્તિનું સંરક્ષણ જરૂરી છે. પ્રાસંગિક પ્રવચન કરતા રેન્જ ફોરેસ્ટ અધિકારી એચ.વી. રાઠોડે જણાવ્યું કે, ૧૯૫૦માં ક.મા. મુનશીએ વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. સારા સ્વાસ્થ્ય માં વૃક્ષોનું મહત્વ ઘણું છે. વસ્તીની સંખ્યામાં વધારો થતા વૃક્ષોની સંખ્યાોમાં પણ વધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. પર્યાવરણ પર થતી અસરો માનવજીવનને પણ અસર કરે છે. ભાવિ પેઢીને સ્વાંસ્થ્ય મય જીવન આપવા વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત મહાનુભાવોને વધુમાં વધુ વૃક્ષ વાવેતર-જતન કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી.શાબ્દિક સ્વાગત કરતા જે.એન. મહેતા પોલીટેકનિકના આચાર્ય પાઠકે કોઇપણ વૃક્ષ નિષ્ફળ જાય તેવી ખાતરી આપી હતી. તેમણે તમામ વૃક્ષોના જતન માટે પ્રતિબધ્ધ તા દર્શાવી હતી. હરિયાળું ગુજરાત બનાવા રાજયભરમાં ૧૦ કરોડથી વધુ વૃક્ષ વાવવાની નેમ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ.
વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું તસ્વીર-જયેશ લીંબાણી
No comments:
Post a Comment