સિઝનનો જૂનાગઢ િજલ્લામાં 84.11 ટકા અને ગીર-સોમનાથ જિલ્લામાં 103.18 ટકા વરસાદ થયો
જૂનાગઢ: જૂનાગઢ શહેર અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે
દિવસથી મેઘ મહેર જારી છે. ગત રાત્રીનાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ
ખાબકયો હતો. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, માળિયા, માંગરોળ, મેંદરડા,
વિસાવદર પંથકને મેઘરાજાએ ધમરોળ્યો હતો. આ પાંચ તાલુકામાં મંગળવારની રાત્રે
સાંબેલાધાર વરસાદ પડ્યો હતો ત્યારે જૂનાગઢ શહેરમાં દિવસભર ધીમી ધારે વરસાદ
શરૂ રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
તેમજ ગિરનાર
જંગલમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા સોનરખ, કાળવા, લોલ, ઓઝત નદીમાં પુર
આવ્યુ હતું. જેના પગલે નરસિંહ મહેતા તળાવ ફરી એક વખત છળકાઇ ગયો હતો. જયારે
જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે કેશોદ અને
માણાવદરમાં સાડા પાંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત મેંદરડામાં સાડા ત્રણ, વંથલીમાં દોઢ, વિસાવદરમાં ચાર અને
ભેંસાણમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદ, માણાવદર, માંગરોળ, માળિયા અને
વિસાવદર પંથકમાં નદી નાળાઓ છલકાઇ ગયા હતા. ત્યારે માણેકવાડાની સાબલી નદીમાં
તેમજ મેઘલ નદીમાં પુર આવતા લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત બાંટવામાં 24
કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
No comments:
Post a Comment