Thursday, August 31, 2017

શિકારની શોધમાં સિંહણ પોતના જ બચ્ચાંને ભૂલી જતી રહી

Bhaskar News, Amreli | Last Modified - Aug 19, 2017, 03:10 AM IST
વાછરડીનું મારણ કર્યા બાદ સિંહણ આરામથી ચાલી ગઇ, જયારે સિંહબાળ કલાકો સુધી મકાનમાં આંટા મારતું રહ્યું
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: ધારીના વીરપુરમાં આજે વહેલી સવારે સિંહણે ગામમાં આવીને એક વાછરડીનું મારણ કર્યુ હતુ. પરંતુ સિંહણની સાથે આવેલુ નાનુ બચ્ચુ ગામમાં ભુલી સિંહણ જતી રહી હતી. સિંહણનુ બચ્ચુ અહી એક મકાનમાં ઘુસી ગયુ હતુ. જો કે બાદમા જાણ થતા વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને બચ્ચાને સલામત રીતે પકડી લઇ જવાયુ હતુ.

ધારી તાલુકાના વીરપુર ગામમાં આજે વહેલી 4:30 વાગ્યાની આસપાસ સિંહણ ગામમાં આવી ચડી હતી. સિંહણની સાથે તેનું બચ્ચુ પણ હતુ. અહી સિંહણે ગામમાંથી વાછરડીનું મારણ કરીને ગામની બહાર સીમ વિસ્તારમાં લઇ ગઇ હતી. જ્યારે સિંહણ વીરપુર ગામમાં મારણ કરવા માટે આવી તે દરમીયાન તેની સાથે આવેલુ બચ્ચુ અહી રહેતા બચુભાઇ મકવાણાના મકાનમાં આવી ચડ્યુ હતુ. આ બાદ સિંહણ તો વાછરડીને લઇને જતી રહી હતી.
પરંતુ સિંહણનુ બચ્ચુ બચુભાઇના મકાનમાં રહી ગયુ હતુ. અહી સવારના છ વાગ્યા સુધી આ બચ્ચુ મકાનની અંદર આંટા ફેરા મારતુ રહ્યુ હતુ. આ સાથે ગામના લોકોએ સિંહના બચ્ચાની સારસંભાળ રાખી હતી. જો કે સવારે 6 વાગ્યાની આસપાસ જંગલ ખાતાને જાણ થતા બચ્ચાને સહિ સલામત લઇ ગયા હતા.
થોડા સમય પહેલા જ વિરપુર ગામમાં ધોળા દિવસે સિંહ આવી ચડ્યો હતો. ત્યારે ગામ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ધારી તાલુકાના મોટા ભાગના ગામડાઓ જંગલ વિસ્તારની આજુ બાજુમાં આવ્યા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. હજુ થોડા દિવસ પહેલા જ રામપરામાં સિંહોના ટોળા ગામમાં આવી જતા સમગ્ર ઘટના ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

No comments: