ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના નાના અેવા ઝુડવલી ગામમાં સિંહદર્શન
સામાન્ય બની ગયું છે. છેલ્લા 10 દિવસથી ગામની સીમમાં 9 સિંહણ, 1 સિંહ અને 4
સિંહ બાળનો વસવાટ શરૂ થયો છે. સમી સાંજે આ સિંહ પરિવાર ગામની આસપાસ આવી
પહોંચે છે. તેમાંય રાત્રે ગ્રામજનો પોઢી ગયા બાદ આ સાવજ પરિવાર ગામમાં લટાર
મારવા નિકળી જાય છે. અને રાત્રી દરમિયાન શિકાર કરી મિજબાની માણે છે.
દિવસના સમયે લોકોને સિંહ દર્શન થાય છે.
હાલમાં જંગલમાં સિંહોને મચ્છરનો ત્રાસ વધી ગયો હોઇ સિંહ પરિવાર જંગલ
વિસ્તારની બોર્ડરને અડીને આવેલા ગામોમાં આવી ચઢે છે. ગ્રામજનોને પણ સિંહ
સાથે પરિવાર જેમ દોસ્તી બંધાઇ ગઇ છે. સિંહના વસવાટથી અહીં લોકોમાં પણ
આનંદની લાગણી જોવા મળે છે. લોકો બીજે રહેતા પોતાના મિત્રો-સંબંધીને
ઉત્સાહથી કહે છે, સિંહ જોવા હોય તો અમારા ઝુડવડલી ગામ આવો.
No comments:
Post a Comment