Thursday, August 31, 2017

જૂનાગઢમાં પર્યાવરણનાં રક્ષણ માટે વનકર્મીઓ સજ્જ બન્યા

DivyaBhaskar News Network | Last Modified - Aug 29, 2017, 03:00 AM IST
નારાયણ ધરા ખાતે આડેધડ થતું મૂર્તિ વિસર્જન અટકાવશે

જૂનાગઢમાંગણેશ ઉત્સવ સમાપન તરફ જઇ રહ્યો છે. લોકો ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા લાગ્યા છે ત્યારે આડેધડ મૂર્તિ વિસર્જીત કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે તે માટે વનકર્મીઓ સજ્જ બન્યા છે. અનેક લોકો પ્રતિ વર્ષ નારાયણ ધરા ખાતે ગણેશ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. જોકે આમાં મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ હોય પાણી પ્રદૂષિત થાય છે. ત્યારે પર્યાવરણનું રક્ષણ થાય અને યોગ્ય રીતે મૂર્તિ પણ વિસર્જીત થાય તે માટે વનકર્મીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં 4 વનકર્મીઓ નારાયણ ધરા ખાતે રહેશે અને આવી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિને પાણીમાં ડૂબાડી તુરત બહાર કાઢી લેશે જેથી વિસર્જન વિધી પણ થઇ જાય અને પાણી પણ પ્રદૂષિત થાય. બાદમાં તમામ મૂર્તિને સલામત સ્થળે રાખી એક સાથે લઇ જઇ અન્ય જગ્યાએ વિસર્જીત કરાશે.

No comments: