Thursday, August 31, 2017

બાંટવામાં જીવદયા પ્રેમીએ મોરની સારવાર કરાવી

DivyaBhaskar News Network | Last Modified - Aug 15, 2017, 02:45 AM IST

વનતંત્ર ફરજ ચુકયું, અધિકારીઓ દ્વારા એકબીજાને ખો બાંટવામાંનાના ઝાંપા વિસ્તારમાં સોમવારે સવારનાં અરસામાં...
બાંટવામાં જીવદયા પ્રેમીએ મોરની સારવાર કરાવી
વનતંત્ર ફરજ ચુકયું, અધિકારીઓ દ્વારા એકબીજાને ખો

બાંટવામાંનાના ઝાંપા વિસ્તારમાં સોમવારે સવારનાં અરસામાં બાવળની ઝાડીમાંથી ઘવાયેલી હાલતમાં મોર મળી આવતાં જીવદયા પ્રેમીએ તાત્કાલીક સારવાર કરાવી હતી. બાબતે જૂનાગઢનાં વનતંત્રનાં ઉચ્ચ અધિકારી પ્રદિપસિંહને ફોન કરતાં હકિકત જાણ્યા વગર બીજા અધિકારીનો મોબાઇલ નંબર 9978405156 આપી ત્યાં વાત કરવા જણાવી દીધુ હતું. મોબાઇલ પર ફોન પર કોઇ હિંદીભાષી અધિકારીએ કહયું કે તમારા પર ફોન આવશે અને તમો સંપુર્ણ વિગત આપી દેજો. આમ એક કલાક પછી આરએફઓનો ફોન આવેલ અને અમારા માણસો ત્યાં પહોંચે છે અને તમે ત્યાં સ્થળ પર રહેજો.

આમ વન તંત્રનાં અધિકારીઓનાં ખો વચ્ચે ઘાયલ મોરનો જીવ જઇ શકે તેમ હોય માણાવદર પશુ દવાખાને લઇ જતા ત્યાં ડો.ફળદુએ મોરને સારવાર આપી હતી. સારવાર માટે જૂનાગઢ ખસેડ્યો હતો.

No comments: