ઈકોઝોન લાગુ થાય તો 70 વર્ષ બાદ ગીર પંથકનાં લોકો ફરી ગુલામીમાં ધકેલાશે : ખેડૂતો
તાલાલા: તાલાલામાં છેલ્લા ઘણા દિવસોથી ઇકોઝોન મુદ્દે વિરોધ
પ્રદર્શન થઇ રહ્યું છે અને આ કાળાકાયદાને નાબુદ કરવા અવનવા કાર્યક્રમો થઇ
રહ્યા છે.ગીરપંથકનાં લોકોએ રક્ષાબંધનમાં રાખડીથી, વિશ્વ સિંહ દિવસે સિંહની
વેદનાનું આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે જન્માષ્ટમી અને
સ્વાતંત્ર પર્વ નિમીતે તાલાલા પંથકનાં ચિત્રોડ, ભોજદે અને પીપળવા જેવા
ગામોમાં ઇકોઝોનનાં લખાણ વાળા સ્ટીકર લગાવી મટકી ફોડવામાં આવી હતી.
અને ખેડુતોને પાકનો પોષણક્ષમ ભાવ, દેવુ માફ કરવાની માંગણી સાથે સરકાર
વિનમ્ર ભાષાથી નહિ સમજે તો ભગતસિંહનું સ્વરૂપ ધારણ કરી લડત ચલાવવામાં આવશે
એવું આગેવાન પ્રવિણભાઇ રામે જણાવ્યું હતુ. અને તેવું પણ જણાવવામાં આવ્યું
હતું કે દેશ આઝાદ થયો તેનાં 70 વર્ષ થયા પરંતુ જો ગીરપંથકમાં સરકાર ઇકોઝોન
જેવો કાળો કાયદો લગાવશે તો ગીર પંથકનાં લોકો ફરીથી ગુલામીમાં ધકેલાય જશે
અને જો આ કાયદો આવશે તો આંદોલન પણ થશે.
No comments:
Post a Comment