Wednesday, February 28, 2018

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા


Bhaskar News, Junagadh | Last Modified - Feb 05, 2018, 02:43 AM IST
કપિરાજો પણ સ્પર્ધકના બુલંદ હોસલાને પામી ગયા હોય, તેમ પગથિયા પરથી ખસીને દોડવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા
જુનાગઢ: ગિરનાર સાથે જોડાયેલી અનેક કિવદંતીઓ, ધાર્મિક બાબતોની સાથે એ બાબત પણ જાણીતી છે કે અહીં કપિરાજોની નોંધપાત્ર વસતિ અને સહઅસ્તિત્વ છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વખતે કપિરાજોના દર્શન આમ તો સ્પર્ધકો અને યાત્રાળુઓ માટે સામાન્ય છે,આ વાનર કનડગત નથી કરતા હોતા. પરંતુ આજે રવિવારે હજુ તો સ્પર્ધકો 450 જેટલા પગથિયા ચડ્યા હશે કે એક સ્પર્ધકની સામે અચાનક જ 10 કપિરાજની સેના આવી પહોંચી અને રસ્તો આંતરવાની કોશિશ કરી, પરંતુ સ્પર્ધકે જરા પણ વિચલિત બન્યા વગર દોટ ચાલુ રાખી હતી, અને કપિરાજો પણ સ્પર્ધકના બુલંદ હોસલાને પામી ગયા હોય, તેમ પગથિયા પરથી ખસીને દોડવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો.

No comments: